Site icon Revoi.in

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ મધ્યપ્રદેશની ચૂંટણીની કમાન કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરને સોંપી

Social Share

ભોપાલઃ-  દેશના કેટલાક રાજ્યોમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છએ આવી સ્થિતિ ભારતીય જનતા પાર્ટી બરાબર કમર કસી રહી છે મધ્યપ્રદેશમાં પણ આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે અત્યારથી જ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ અનેક લોકોને ખાસ જવાબદારીઓ સોંપી દીઘી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ  કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને મોટી જવાબદારી સોંપી છે. કેન્દ્રીય મંત્રીનેમધ્યપ્રદેશ રાજ્ય ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના કન્વીનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નરેન્દ્ર સિંહ તોમર મોદી સરકારમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી છે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા આજરોજ શનિવારે જારી કરાયેલા પત્રમાં આ માહિતી આપવામાં આવી છે. પત્રમાં જણાવાયું છે કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ નરેન્દ્ર સિંહ તોમરને મધ્ય પ્રદેશ ચૂંટણી પ્રબંધન સમિતિના કન્વીનર તરીકે નિયુક્ત કર્યા છે અને તેઓ આ જવાદબારી તાત્કાલિક અસરથી નિભાવશે.
Exit mobile version