Site icon Revoi.in

‘ભાજપને જાણો’ અંતર્ગત બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ 9 દેશોના રાજદૂતો સાથે કરી મુલાકાત – અનેક પાસાઓ પર થઈ ચર્ચા

Social Share

દિલ્હીઃ-  ભાજપ પોતાની સત્તામાં મજબૂત બની છે વિદેશમાં પણ ભાજપનીા વખાણ થઈ રહ્યા છે ત્યારે આગામી ચૂંટણી પર બીજેપીનું ધ્યાન કેન્દ્રીત છે.ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ વિતેલા દિવસને બુધવારે ભારતના મિશન પ્રમુખોના એક જૂથ સાથે ભાજપને ઓળખો પહેલ હેઠળ નવ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે પાર્ટી ટૂંક સમયમાં અન્ય દેશોના રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળનું આયોજન કરશે.

જેપી નડ્ડાે આ બેઠકમાં પાર્ટીના ઈતિહાસ, તેના સંઘર્ષ અને ચૂંટણીની સફળતાઓ, કેન્દ્ર અને રાજ્યોમાં ભાજપ સરકારો દ્વારા લાવવામાં આવેલા ફેરફારો અને પાર્ટીની ભાવિ યોજનાઓને પણ યાદ કરી.

ભાજપના વડાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી અનેક જૂદી જૂદી કલ્યાણકારી યોજનાઓ તેમજ તેની વિચારધારા અને સંગઠનાત્મક પ્રવાસ સહિત ભાજપના વિવિધ પાસાઓ તેઓને માહિતી આપીને વાત કરી હતી .ઉલ્લેખનીય છે કે આ રીતે  આ પાંચમી બેઠક હતી, જેમાં અમેરિકા અને યુરોપિયન યુનિયન સહિત 56 દેશો સામેલ થયા હતા.

બીજેપીના વિદેશ વિભાગના પ્રભારી વિજય ચૌથવાલેએ જણાવ્યું હતું કે ‘ભાજપને જાણો’ અભિયાનના ભાગરૂપે, નડ્ડાએ નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે દક્ષિણ આફ્રિકા, પેરાગ્વે, નેધરલેન્ડ, મેક્સિકો, કોલંબિયા, ઇથોપિયા, કંબોડિયા, માલદીવ અને માલીની મુલાકાત લીધી હતી. અહી તેઓને પાર્ટી વિશે કેટલીક મહત્વની વાતો કરી હતી.ઉલ્લેખનીય છે કે ‘બીજેપીને જાણો’ કાર્યક્રમ હેઠળ વિદેશી રાજદ્વારીઓને પક્ષ વિશે માહિતી આપવામાં આવે છે. 1951 થી ભારતીય જનતા પાર્ટીની રાજકીય સફર પર એક ટૂંકી ડોક્યુમેન્ટ્રી પણ તેમને દર્શાવવામાં આવી છે.

Exit mobile version