Site icon Revoi.in

રાજસ્થાનમાં લંપી વાયરસની ઝપેટમાં 50 હજારથી વધુ ગાયોના મોતને લઈને બીજેપીનું જયપુરમાં વિરોધ પ્રદર્શન

Social Share

જયપુર –  દેશભરમાં લંપી વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે.ત્યારે આ વાયરસના કારણે અનેક ગાયોના મોત થયા છે ગુજરાતમાંથી ઊભરેલા આ વાયરસે હવે રાજસ્થાનમાં પણ હાહાકાર મચાવ્યો છે. ત્યારે રાજસ્થાનના પાટનગર જયપુરમાં બીજેપીએ વિરોધ નોંધાવ્યો છે.

આજે ​​જયપુરમાં પશુઓમાં ચામડીના રોગને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનમાં લમ્પી વાયરસથી થતી આ બીમારીને કારણે 50 હજારથી વધુ પશુઓના મોત થયા છે.વિરોધ કરનારાઓ એ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું સાથે જ બેરિકેડ તોડી નાખ્યા અને તાત્કાલિક કાર્યવાહીની પણ માંગ  સાથે કોંગેસ સામે સુત્રોચ્ચાર પણ કર્યા છે.

આ મામલે ભાજપ રાજ્ય વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવી રહ્યું છે. સોમવારના રોજ એક બીજેપી ધારાસભ્ય એક ગાયને વિધાનસભા પરિસરની બહાર લાવીને રાજ્ય સરકારનું ધ્યાન ગાયોમાં થતા આ રોગ તરફ દોર્યું હતું આ સાથે જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે માંગ કરી છે કે કેન્દ્ર સરકાર આ લમ્પી રોગને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરે.

ગહેલોત સરકારે કહ્યું કે પ્રાથમિકતા એ છે કે કેવી રીતે ગાયોના જીવને ચામડીના ચામડીના રોગથી બચાવી શકાય. કેન્દ્રે રસી અને દવાઓ આપવાની છે, તેથી અમે કેન્દ્ર પાસે તેને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની માંગ કરી રહ્યા છીએ.

આ રોગને કારણે જયપુરમાં દૂધના સંગ્રહ પર પણ અસર પડી છે, પરિણામે રાજ્યમાં મીઠાઈના ભાવમાં વધારો થયો છે. રાજ્યની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થા જયપુર ડેરી ફેડરેશને આપેલી માહિતી પ્રમાણે દૂધના સંગ્રહમાં 15 થી 18 ટકાનો ઘટાડો થયો છે, ત્યારે બીજેપીવદ્રારા જયપુરમાં સખ્ત વિરોધ પ્રદર્શન થી રહ્યું છે.

અત્યાર સુધી રાજસ્થાનમાં ગોટપોક્સની રસી પ્રભાવિત સાબિત થઈ છે.આ રાજ્યમાં 16.22 લાખ ગોટપોક્સની રસી છે, અત્યાર સુધીમાં 12.32 લાખ પશુઓને રસી આપવામાં આવી છે. રાજ્યમાં 11 લાખથી વધુ પશુઓ વાયરસથી પ્રભાવિત હોવા છતાં અને 50 હજારથી વધુ પશુઓના મોત સાથે હવે પશુધન જોખમમાં મૂકાયું છે.