Site icon Revoi.in

બજેટમાં યુવાનોને લગતા વિવિધ પાસા અંગે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષનો સંવાદ

BJP state president interacts with social media influencers on various aspects related to youth in the budget

BJP state president interacts with social media influencers on various aspects related to youth in the budget

Social Share

અમદાવાદ, 10 ફેબ્રુઆરી, 2026 – કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં તા.૯ ફેબ્રુઆરી, સોમવારે અમદાવાદ સ્થિત કર્ણાવતી કલબ ખાતે ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ મીટ‘ યોજાઈ હતી.

આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રજૂ થયેલા કેન્દ્રીય બજેટ અંગે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે વિસ્તૃત સંવાદ કર્યો હતો. તેમણે દેશના યુવાનો, સ્ટાર્ટઅપ્સ, મહિલા સશક્તિકરણ, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રો માટેની સમાવિષ્ટ બાબતો અંગે ચર્ચા કરી હતી.

તેઓએ જણાવ્યું હતું કે, આ બજેટ કન્ટેન્ટ ક્રિએટરથી કૌશલ્ય વિકાસ, Make in India થી Make for World, તેમજ ઇન્ફોર્મેશનથી ઇનોવેશનને ગતિ આપી દેશને નવા શિખરે પહોંચાડનારું બજેટ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશ આજે વિશ્વમાં નવી ઓળખ બનાવી રહ્યો છે.

BJP state president interacts with social media influencers on various aspects related to youth in the budget

વિકસિત ભારતના રોડમેપ સમાન આ બજેટની બાબતો સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકો સુધી પ્રભાવી રીતે પહોંચાડવા ઈન્ફ્લુએન્સર્સને અપીલ કરીને જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ નાગરિકો સુધી માહિતી પંહોચાડવા સેતુરૂપ ભૂમિકા ભજવે છે. સાચી માહિતી, નીતિગત અને પ્રજાલક્ષી નિર્ણયો અને વિકાસલક્ષી યોજનાઓ જનજન સુધી પહોંચાડવામાં ઈન્ફ્લુએન્સર્સની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

આ કાર્યક્રમ દરમિયાન સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સે પણ સક્રિય ભાગીદારી દાખવીને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

કાર્યક્રમમાં કેન્દ્રીય બજેટ જનજાગરણ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ  જૈનિકભાઈ વકીલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ભાજપા ગુજરાત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલ, કર્ણાવતી મહાનગર ભાજપા અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, કેન્દ્રીય બજેટ જનજાગરણ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ  જૈનિકભાઈ વકીલ, પ્રદેશ સોશિયલ મીડિયા ક્ન્વીનર મનનભાઈ દાણી, બજેટ જનજાગરણ અભિયાનના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ  નિકુંજભાઈ ખાખી તથા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version