Site icon Revoi.in

ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો ભાજપ પાંચ લાખ મતોની લીડથી જીતશે, પાટિલનો હુંકાર

Social Share

નવસારીઃ લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાત ભાજપ દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ચૂંટણીમાં માઈક્રો પ્લાનિંગમાં માહેર ગણાતા ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલે નવસારીના ગણદેવીના એક કાર્યક્રમમાં એવો હુંકાર કર્યો હતો કે, ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપ પાંચ લાખ મતોની સરસાઈથી જીતશે. એટલું ન નહીં તમામ બેઠકો પુરથી વિપક્ષની ડિપોઝીટ પણ જપ્ત થશે.

નવસારીના ગણદેવીમાં શ્રમ કાર્ડ વિતરણ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સીઆર પાટીલે જણાવ્યું હતું કે,  આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 બેઠકો પર વિરોધી ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થશે અને ભાજપનો દરેક ઉમેદવાર પાંચ લાખથી વધુની લીડથી જીતશે. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરી વિશ્વાસ મૂકી ભાજપના ઉમેદવારોને જંગી મતો આપી વિજેતા કર્યા છે. તે બદલ કાર્યકરો અને જનતાનો આભાર માનુ છું. વિધાનસભા ચૂંટણીમાં જીતનો શ્રેય પેજ કમિટી અને પેજ પ્રમુખના શિરે જાય છે. વિધાનસભાની ચૂંટણી હોય કે નગર પાલિકા, મહાનગર પાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણી હોય ભાજપના કાર્યકરો પેજ કમિટીના લીધે અને જનતાની સેવા કરે છે, તેના કારણે જનતા ભાજપને ચૂંટણીમાં મત આપે છે. કોંગ્રેસ પાર્ટી પણ હવે પેજ કમિટિનું ગણિત સમજવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તેના માટે કાર્યકરોની ફોજ હોવી જરૂરી છે.

ગણદેવીમાં શ્રમ કાર્ડ વિતરણ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટિલે ઉમેર્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર છેવાડાના માનવીનો પણ વિકાસ થાય તેના ઉત્થાન માટે મહેનત કરે છે અને એટલે જ દરેક યોજનાનો લાભ યોગ્ય લાભાર્થીને મળે તે માટે પ્રયાસ કરજો.