Site icon Revoi.in

ચંદીગઢ મેયરની હાઈવોલ્ટેજ ચૂંટણીમાં ભાજપની જીત, આપ-કોંગ્રેસનો પરાજ્ય

Social Share

નવી દિલ્હીઃ ચંદીગઢ કોર્પોરેશનમાં મેયરની ચૂંટણીમાં ભાજપાની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર મનોજ સોનકર ભારે ઉથલપાથલ વચ્ચે જીત હાંસલ કરી હતી. મેયર તરીકે ચૂંટાયેલા મનોજ સોનકલને કુલ 16 વોટ મળ્યાં હતા. જ્યારે આદ આદમી પાર્ટીના કુલદીપ સિંહને 12 વોટ મળ્યાં હતા. જ્યારે 8 વોટને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. આ નિર્ણયને લઈને વિવાદ ઉભો થયો છે. આપ અને કોંગ્રેસ દ્વારા આ નિર્ણયને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

મેયરની ચૂંટણીમાં આદમી પાર્ટીના નેતા કુલદીપ કુમારને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું. તેમ છતા તેમનો પરાજ્ય થયો છે. દરમિયાન આ ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી હતી. તેમજ આપના નેતા પ્રેમલતાએ જણાવ્યું હતું કે, ભાજપાએ અયોગ્ય રીતે જીત મેળવી છે મારા હાથમાં બેલેટ પેપર પણ ઝૂંટવી લેવામાં આવ્યું હતું અને કિરણ ખેર સતત ઈશારા કરતા હતા. અમારી પાસે 24 વોટ હતા. જે બાદ 8 વોટને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. પ્રેમલતાએ આક્ષેપ કર્યો હતો કે, ખોટી રીતે બાદમાં સાઈન કરાઈ અને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપા સરકારનો અંત આવી ચુક્યો છે, ભલે તેમણે મેયરની ચૂંટણી ખોટી રીતે જીતી લીધી હોય પરંતુ લોકસભાની ચૂંટણીમાં પ્રજા ભાજપને જવાબ આપશે. દરમિયાન પ્રેમલતાએ કિરણ ખેરની સામે સુત્રોચ્ચાર પણ કર્યાં હતા.

ભાજપાની જીતને લઈને જે.પી.નડ્ડાએ સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે, ઈન્ડિ સંગઠનને ભાજપા સામે પ્રથમ ચૂંટણી લડીને અને હાર થઈ છે. એટલે તેમનું ગણિત અને કેમિસ્ટ્રીનો જાદુ ચાલ્યો નથી. જ્યારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષી એકતા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ઈન્ડિ સંગઠન હવે બ્રેનડેડ થઈ ચુક્યું છે. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલએ જણાવ્યું હતું કે, ચંદીગઢમાં મેયરની ચૂંટણીમાં ધોળા દિવસે છેતરપીંડી થઈ ગઈ છે. જે ચિંતાજનક છે, જો મેયરની ચૂંટમીમાં પણ આ લોકો આટલા નીચા પડી શકતા હોય તો દેશની ચૂંટણીમાં તો તેઓ તમામ હદ પાર કરી શકે છે, જે ખુબ જ ચિંતાજનક છે.