Site icon Revoi.in

ચાઈનીઝ કંપનીના મોબાઈલ ફોનમાં થયો બ્લાસ્ટઃ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

Social Share

દિલ્હીઃ મોબાઈલ ફોનની બેટરી ફાટવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન યુવાને ખિસ્સામાં મુકેલો ચાઈનીઝ કંપનીના સ્માર્ટફોનની બેટરી ફાટી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે એક યુઝર્સે સોશિયલ મીડિયા ઉપર ફોટો શેયર કર્યાં છે. બેટરી ફાટતા યુવાન સાંથળના ભાગે દાઝી ગયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ ફોન જુલાઈ મહિનામાં જ લોન્ચ થયો છે અને અગાઉ આ ફોન ફાટવાની બે ઘટના બની હોવાનું જાણવા મળે છે.

ટ્વિટર પર સુહિત શર્મા નામના યુઝરે જાણીતી મોબાઈલ કંપનીને ટેગ કરીને ફોનના ચાર ફોટો શેર કર્યા છે. યુઝરે કંપનીને લખ્યું છે કે તમારી પાસેથી આની અપેક્ષા નહોતી. લોકોના જીવન સાથે રમવાનું બંધ કરો. શેયર કરેલી તસવીરોમાં ફોનની ડાબી બાજુ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયાનું જોઈ શકાય છે. ઉપરાંત, બળી ગયેલ જીન્સ અને સાથળ પણ અહીં જોઈ શકાય છે.

કંપનીએ કહ્યું કે અમે આવી ઘટનાઓને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. અમારી ટીમ યુઝર સાથે સતત સંપર્કમાં છે. અમે વિગતો એકઠી કરી રહ્યા છીએ અને મામલાની વધુ તપાસ કરી રહ્યા છીએ.

Exit mobile version