Site icon Revoi.in

પાકિસ્તાનના બલુચિસ્તાનના પંજગુરમાં લેન્ડમાઈન બ્લાસ્ટ બ્લાસ્ટની ઘટના – 7 લોકોના મોત

Social Share

દિલ્હીઃ- પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી બ્લાસ્ટની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યાર હેવપાકિસ્તાનના બલુચિસ્તાનમાં લેન્ડમાઈલ બ્લાસ્ટ થયો હોવાની માહિતી મળી રહી છે જેમાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.પ્રાપ્ત વિગત પ્રમાણે અહીં એક ટનલમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. પોલીસને શંકા છે કે આ ઘટનામાં બલૂચ લિબરેશન ફ્રન્ટનો હાથ હોય શકે છે .

પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં એક વાહન નજીક બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં સ્થાનિક રાજકારણી, સરકારી અધિકારી અને પોલીસ સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. આ ઘટના સોમવારે મોડી રાત્રે પ્રાંતના પંજગુર જિલ્લામાં લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા સંઘ પરિષદના પ્રમુખ અને અન્ય લોકોના વાહનને ટક્કર મારતાં સર્જાઈ હતી.

વઘુ વિગત અનુસાર બલૂચિસ્તાનના પંજગુર જિલ્લામાં એક વાહન પર હુમલો કરવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનરે આ મામલે જણાવ્કયું કે  બાલાગાતર યુસી ચેરમેન ઈશ્તિયાક યાકુબ કેટલાક લોકો સાથે લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના વાહનમાં થયો હતો

લગ્ન પ્રસંગથી પરત ફરતા વખતે વાહનમાં રિમોટ વિસ્ફોટક ઉપકરણ લગાવવામાં આવ્યું હતું. કાર બાલગાટાર વિસ્તારના ચકર બજારમાં પહોંચતા જ તેમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકો બાલતાગર અને પંજગુરના રહેવાસી હતા. મૃતકોમાંથી ચારની ઓળખ તેમના સંબંધીઓએ કરી હતી. પાકિસ્તાની મીડિયા પ્રમાણે, અધિકારીઓને શંકા છે કે સાત મૃત્યુ માટે બલૂચ લિબરેશન ફ્રન્ટ જવાબદાર હોઈ શકે છે.