Site icon Revoi.in

ઘરમાં સંપત્તિ વૃદ્ધિના મળશે આશિર્વાદ,જો નવા માટલાનો આ રીતે ઉપયોગ કરશો તો

Social Share

વાસ્તુશાસ્ત્રમાં માટીના વાસણ અને જગ ઘરમાં રાખવાની સાચી દિશા અને ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે. પાંચ તત્વોમાં અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશનો સમાવેશ થાય છે. વાસ્તુ મુજબ ઉત્તર દિશા એ જળ તત્વ સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં, પાણીને લગતી વસ્તુઓને ઉત્તર દિશામાં રાખવી શુભ પરિણામ આપે છે.

વાસ્તુશાસ્ત્રમાં માટીના ઘડાને ધન સંપત્તિ સાથે જોડવામાં આવે છે. જો માટીના ઘડાને ઘરમાં યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે રાખવામાં આવે તો ઘરમાં હંમેશા માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. ઘરના લોકોની પ્રગતિ થાય છે અને તેમની આવક વધે છે.

માટીના ઘડાને ક્યારેય પણ ખાલી રહેવા દેવો નહીં. ખાસ કરીને રાતના સમયે તેને બિલકુલ પણ ખાલી રાખવો નહીં.આવું કરવાથી ધનની હાનિ થાય છે. જો ઘડો ભરાયેલો રહેશે, તો તમારા ઘરમાં પણ ધન-ધાન્ય હંમેશા ભરાયેલાં રહેશે.

જો કે ભારતમાં પ્રાચીન કાળથી જ માટીના વાસણમાં પાણી રાખવામાં આવે છે. માટીનાં ઘડામાં રાખેલું પાણી આરોગ્ય માટે સારું માનવામાં આવે છે અને એ જ કારણ છે કે આજના યુગમાં પણ ઘણાં લોકો ફ્રિજમાંથી ઠંડુ પાણી પીવાને બદલે માટલામાંથી કે ઘડામાંથી પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે માટલાની દિશા સાચી હોતી નથી અને આ બાબત તમારા ઘરમાં ખૂબ જ મોટું સંકટ પણ લાવી શકે છે.

માટીનાં ઘડાનું પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું મનાય છે. તે સિવાય માટીનો ઘડો વાસ્તુશાસ્ત્રનાં દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. શુકન શાસ્ત્રમાં ઉલ્લેખ છે તેમ પાણીથી ભરેલ માટીનો ઘડો દેખાવો એ પણ શુભ સંકેત છે.

ઉલ્લેખનીય છે કે આ લેખને માન્યતાને આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.