Site icon Revoi.in

મુન્દ્રા પોર્ટ પરથી 9.36 કરોડની કિંમતનું રકતચંદન જપ્ત કરવામાં આવ્યું

Social Share

ભુજ:કચ્છ જિલ્લામાં ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા એક બાતમીના આધારે રેડ કરવામાં આવી, જેમાં મુન્દ્રા પોર્ટ  ઉપરથી 9.36 કરોડનું લાલ ચંદન જપ્ત કરવામાં આવ્યું છે. ટ્રેક્ટરના પાર્ટના નામે કાસ્ટ આયર્ન બ્રેક પ્લેટ, બ્રેક શુ અને બ્રેક ડ્રમના નામે કંસાઈનમેન્ટ લાવવામાં આવ્યું હતું. તેમજ 11.8 મેટ્રિક ટન જેટલું આ રક્ત ચંદન મલેશિયા મોકલવાનું હતું.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓએ મુન્દ્રા પોર્ટ પર એક નિકાસ જથ્થાને અટકાવ્યો હતો. જેમાં માલસામાનને કાસ્ટ આયર્ન બ્રેક પ્લેટ, બ્રેક શૂ અને બ્રેક ડ્રમનું ડિક્લેરેશન હતું. તેમજ ટ્રેક્ટરના ભાગોને 20 કાર્ટનમાં ભરવા આવ્યું હોવાનું જણાવાયુ હતું. જેનું વજન 11.8 MT હતું અને માલસામાન ક્લાંગ, મલેશિયામાં નિકાસ માટે નિર્ધારિત હતો.

જોકે,આ 11.7 મેટ્રિક ટન રક્તચંદન અને રૂ. 9.36 કરોડની કિંમતની લાકડા ખાલી કોરુગેટેડ બૉક્સની પાછળ અને તાડપત્રી હેઠળ છુપાયેલા મળી આવ્યા હતા.આ અગાઉ 23.02.22 ના રોજ પણ, ચોક્કસ બાતમીના આધારે, ડીઆરઆઈએ મુન્દ્રા બંદર પર આશરે 3 કરોડ રૂપિયાની કિંમતના 5.4 એમટી રક્તચંદન જપ્ત કર્યું હતું. છે. જેમાં રક્ત ચંદનને બાસમતી ચોખા સુપરફાઇન થેલીઓમાં છુપાયેલું મળી આવ્યું હતું.