Site icon Revoi.in

અમદાવાદમાં BMW કારે દંપત્તીને ટક્કર મારી, કારમાંથી દારૂની બોટલો અને ભાજપનો ખેસ મળ્યો

Social Share

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ગઈ રાત્રે સિમ્સ હોસ્પિટલ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરફાટ ઝડપે આવેલી બીએમડબલ્યુ કારે દંપતીને અડફેટે લીધાં હતાં. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી દોઢ કિલોમીટર દૂર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. કારમાંથી એક પાસબુક, ભાજપનો ખેસ તથા દારૂની બેટલો પણ મળી આવી હતી, જેમાં પાસબુકમાં  સત્યમ શર્મા નામ લખેલું જોવા મળ્યું હતું. અકસ્માતમાં ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયેલા દંપતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે,  અમદાવાદના સોલાની સિમ્સ હોસ્પિટલ પાસે ગત ગત રાત્રે  09:45 વાગ્યાની આસપાસ પૂરફાટ ઝડપે આવેલી BMW કારે દંપત્તીને અડફેટમાં લીધું હતુ.  BMW કાર નંબર GJ-01-KV-1008ના ચાલક સત્યમ શર્મા (ઉર્ફે ભોલુ)એ  ફુલ સ્પીડે કાર ચલાવીને અમિત સિંઘલ અને તેમની પત્ની મેઘાબેનને અડફેટે લીધાં હતાં. આ બનાવવામાં દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું, જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. જોકે અક્સમાત સર્જાતાં કારચાલક બનાવના સ્થળેથી દોઢ કિલોમીટર દૂર કારને મૂકીને નાસી ગયો હતો. પોલીસે કારની તપાસ કરતાં એમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી અને સાથે ભાજપનો ખેસ પણ કારની સીટ પર જોવા મળ્યો હતો.

આ મામલે એન ડિવિઝન પોલીસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા સોલા, વેદાંત શ્રીજી લીવિંગ હોમમાં રહેતા અમિત દેવકીનંદન સિંઘલ (ઉં.વ.44)ની ફરિયાદ લીધી હતી. અમિત અને તેમની પત્ની મેઘાબેન બંનેને આ અકસ્માતમાં પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે બીજી બાજુ ઉપરોક્ત BMW કારમાંથી પોલીસને દારૂની બોટલ મળી આવી હતી. જોકે આ બનાવમાં ચોંકાવનારી બાબતે એ છે કે કારની ફ્રન્ટ સીટ પર ભાજપનો ખેસ મળી આવ્યો હતો.

આ અંગે સોલા પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે કારની અંદરથી દારૂની અડધી બોટલ મળી આવી છે, જે સંદર્ભે  ગુનો દાખલ કરાયો છે અને કારચાલકને પકડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. અક્સ્માત સર્જનારા કારચાલકનું નામ સત્યમ શર્મા છે, જે અમદાવાદના જાણીતા બિલ્ડર શ્રીકૃષ્ણ શર્માનો દીકરો છે. સત્યમની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી, જેથી એવું પણ માની શકાય કે અક્સ્માત સમયે સત્યમ દારૂ પીને કાર ચલાવતો હશે.