Site icon Revoi.in

બોરનું ઝાડ અનેક ગુણોથી હોય છે ભરપુર ,જાણો તેના પાન ચાવવાથી થતા અનેક ફાયદાઓ વિશે

Social Share

 

સામાન્ય રીતે ફળોનું મહત્વ આપણે જાણતા હોઈે છીએ, ફળો ગુણકારી અને આરોગ્ય માટે હીતકારી હોય છે, તેમા વિટામિન ,પ્રોટિન કેલ્શિયમ જેવા અનેક તત્વો સમાયેલા હોય છે, આજ રીતે બોર ખાવાના પણ અનેક ફાયદાઓ હોય છે, પરંતચુ બોર જે ઝાડ પર લાગતા હોય છે અટલે કે બોરડી, તેના પાન પમ ગુણકારી છે,ઘણા ઓછા લોકોને ખબર હશે કે બોરડીના પાન ઓષધિ ગુણોથી ભરપુર છે,સામાન્ય રીતે અનેક જગ્યાઓ એ જોવા મળતા આ વૃક્ષના પાદંડા અનેક બિમારીની સારવારમાં ઉપયોગી નિવડે છએ. તો ચાલો જાણીએ બોરડીના પાનનું મહત્વ અને તેમામં રહેલા ગુણો.

જાણો બોરડીના પાન અને મૂળ કઈ કઈ બિમારીમાં કઈ રિતે લઈ શકાય

બોરડીનાં પાન વાટીને તેમાં સીંધવ નાખી ઘીમાં શેકીને સેવન કરવાથી ઉધરસમાં રાહત મળે છે, અને જો અવાજ જો બેસી ગયો હોય તો તે પણ સારો થઈ જાય છે.આ સાથે જ બોરડીના સુકા પાનનું ચુરણનું મધ સાથે સેવન કરવાથી અતીસાર મટે છેે.

જેને પેશાબ અટકી અટકીને આવતો હોય ત્યારે બોરડીના પાનનો ઉકાળો પીવાથઈ આ સમસ્યામાં મોટી રાહત થાય છે.દાંતનાં પેઢાં ઢીલાં થયાં હોય તેમાં દુખાવો થતો હોય અને મોઢામાંથી લાળ પડતી હોય તો બોરડીની છાલ અથવા પાનનો ક્વાથ કરી કોગળા કરવાથી મોટી રાહત થાય છે.

બોરડીના પાન સહીત તેના મૂળ પણ ગુણકારી છે,બોરડીના મુળની છાલના ક્વાથમાં મગનું ઓસામણ બનાવી પીવાથી પણ અતીસાર મટે છે.બોરડીના મુળની છાલ બકરીના દુધમાં પીસી મધ મેળવી પીવાથી અનેક બિમારીમાં રાહત થાય છે.

જો ગળું ખૂબ બેસી ગયું હોય અને અવાજ પણ નીકળતો ન હોય ત્યારે બોરડીની છાલનો કકડો મોંમાં રાખી તેનો રસ ચુસવાથી બે-ત્રણ દીવસમાં જ અવાજ  ખુલી જાય છે અને ગળામાં રાહત મળે છે,આ સાથે જ ગુમંળું થયું હોય ત્યારે પણ બોરડીના પાન તકામ લાગે છે બોરડીનાં પાન વાટી ગરમ કરી તેને ગુમડા પર પાટા વડે બાધવાથી ગુંમડું પાકીને ફુટી જશે.