Site icon Revoi.in

બોબી દેઓલે પિતા ધર્મેન્દ્ર સાથે હ્રદય સ્પર્શી લે તેવી તસવીર શેર કરી

Social Share

• સની દેઓલ અને ઈશા દેઓલે આપ્યુ રિએક્શન
• બોલીવુડના કલાકારોએ પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યાં

મુંબઈઃ બોલીવુડના દેઓલ ભાઈઓ તેમના પિતા અને દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રની ખૂબ નજીક છે. અવારનવાર સની અને બોબી પિતા જોડે પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. આ કડીને આગળ વધારતા ‘એનિમલ’ એક્ટર બોબી દેઓલએ ધર્મેન્દ્ર સાથે તસવીર શેર કરી છે. તસવીરમાં બોબી પિતા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે.
બોબી દેઓલે મંગળવારે પોતાના ઈન્ટાગ્રામ હેન્ડલ પર પોતાના પિતા અને બોલીવુડના હીમેન ધર્મેન્દ્ર સાથે એક પોતાની સુંદર તસવીર શેર કરી છે. પિતા- પુત્રીની જોડી કેમેરામાં ખુશી વ્યક્ત કરતા પોઝ આપતા જોવા મળ્યા છે. તસવીરમાં ધર્મેન્દ્રએ મેચિંગ કૈપ સાથે બ્લેક ટી-સર્ટ પહેરી છે. તો બોબી પ્રિંટેડ બ્લ્યુ જેકેટમાં ખુબજ એટ્રેક્ટિવ લાગી રહ્યા છે. આ તસવીરને પોસ્ટ કરતા બોબીએ કેપ્શનમાં લખ્યું છે કે “મારી જીંદગી, મારી આખી દુનીયા. મારા પપ્પા.. તમને સૌથી વધારે પ્રેમ કરું છું”.
બોબી દેઓલે પિતા ધર્મેન્દ્ર સાથે હ્રદય સ્પર્શી લે તેવી તસવીર શેર કરી છે. ચાહકોએ પણ ફોટા પર તેમનો પ્રેમ વરસાવવાનું શરુ કરી દીધુ છે. જ્યારે બોબી દેઓલની સાવકી બહેન ઈશા દેઓલએ પણ કોમેન્ટ બોક્ષમાં તેનું રિએક્શન આપતા ઈવિલ આઈ ઈમોટિકોનના સાથે સાથે હાર્ટ ઈમોજી શેર કર્યું છે. બીજી તરફ ગદર સ્ટાર સની દેઓલએ પણ રેડ હાર્ટ ઈમોજી શેર કર્યુ છે. તેના સિવાય બોલીવુડના ઘણા સેલેબ્સએ કોમેન્ટ સેક્શનમાં રિએક્શન આપ્યું છે.

Exit mobile version