Site icon Revoi.in

બોબી દેઓલની મોસ્ટ અવોઈટેડ વેબ સિરીઝ આશ્રમ-3નું ટિઝર રિલીઝ- આવતી કાલે જોવા મળશે ટ્રેલર

Social Share

મુંબઈઃ- આશ્રમ નામ સાંભળતાની સાથે જ આપણી આંખો સામે બોબી દેઓલનો લૂક તરી આવે છે, બાબા નિરાલાના રોલમાં આશ્રમ વેબ સિરીઝ ખૂબ પ્રચલીત બની હતી ત્યારે હવે આશ્રમ સિરીઝના ચાહકો માટે આક સારા સમાચાર સામે આવી રહ્યા છે .

વેબ સિરીઝ ‘આશ્રમ’ની છેલ્લી બે સીઝન લોકોને પસંદ આવી હતી. આવી સ્થિતિમાં, લોકો આ સિરીઝની ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર્શકોની આ રાહનો અંત લાવતા શોના નિર્માતાઓએ હવે આશારામની ત્રીજી સીઝનનું ટીઝર રિલીઝ કર્યું છે. આ સાથે મેકર્સે સીરિઝના ટીઝરની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે.

હાલ જ રીલીઝ થયેલ સીરીઝના આ ટીઝરમાં બોબી દેઓલ એકવાર બાબાના ચોલામાં તેના આશ્રમમાં લોકો સાથે જોવા મળે છે. 1 મિનિટ 11 સેકન્ડના આ વીડિયોમાં લોકો તેના નામના નારા લગાવતા જોવા મળે છે.3જી શ્રેણીનું ટીઝર રિલીઝ કરતાં, એમએક્સ પ્લેયરે તેના ટ્રેલરની રિલીઝ તારીખની પણ જાહેરાત કરી. 

ત્યારે હવે બોબી દેઓલની આ બહુપ્રતિક્ષિત સિરીઝનું ટ્રેલર આવતીકાલે એટલે કે 13 મેના રોજ રિલીઝ થશે. દર્શકો નવી સિઝનમાં બાબા નિરાલાના નવા અભિનય અને રસપ્રદ ટ્વિસ્ટ માટે ખૂબ જ ઉત્સુક છે.

અભિનેતાએ આ ટિઝરનો વીડિયો ષેર કર્યો છે અને લખ્યું છે કે , હવે ઈન્તઝાર પુરો થયો,આશ્રમના દરવાજા ફરીથી ખુલશે જપનામ એક બદનામ- આશ્રમ 3નું ટ્રેલર કાલે રિલીઝ થશે,જો કે આ વેબ સિરીઝ ક્યારે રિલીઝ થશે તે આવતી કાલે જાહેર કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે બોબીની આ વેબ સિરીઝ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી આવી સ્થિતિમાં દર્શકો આતુરતાથી આ વેબ સિરીઝની રાહ જોઈ રહ્યા છએ ત્યારે આ સમાચારની સાથે હવે સિરીઝનો 3જો ભાગ જોવાની લોકોની ઉત્સુકરતા વધી છે.