Site icon Revoi.in

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરનો આજે જન્મદિવસ,આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કર્યું છે કામ 

Social Share

મુંબઈ:બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરનો આજે જન્મદિવસ છે. અર્જુન કપૂરે નાની ઉંમરે બોલિવૂડમાં પોતાના અભિનયની શરૂઆત કરી હતી.વર્ષ 2012 માં ફિલ્મ ઈશ્કઝાદેથી ડેબ્યું કરનાર અર્જુન કપૂરે પાનીપત,ગુંડે,ટુ સ્ટેટ્સ અને કી એન્ડ કા જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.અર્જુન કપૂરનો જન્મ 26 જૂન 1985ના રોજ મુંબઈમાં થયો હતો.તેનું નીક નેમ ફુબ્બુ છે. અર્જુન કપૂરના પિતાનું નામ બોની કપૂર છે, જેઓ એક મોટા ફિલ્મ નિર્માતા છે જ્યારે તેમની માતાનું નામ મોના શૌરી કપૂર હતું.તેની એક બહેન પણ છે જેનું નામ અંશુલા કપૂર છે.આ સિવાય જાનવી કપૂર અને ખુશી કપૂરના પણ ભાઈ છે.

અર્જુન કપૂરે પોતાનો પ્રારંભિક અભ્યાસ મુંબઈમાં ચેમ્બુર સ્થિત આર્ય વિદ્યા મંદિરમાંથી કર્યો હતો.આ પછી તેણે મુંબઈની નારસી મોંજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સ અને નોઈડાની એશિયન એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝનમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો.અર્જુને એક્ટિંગનો કોર્સ પણ કર્યો હતો.

અર્જુન કપૂરે ફિલ્મ ‘કલ હો ના હો’થી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.આ પછી તેણે ‘સલામ-એ-ઈશ્કઃ અ ટ્રિબ્યુટ ટુ લવ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું.અર્જુન કપૂરે ‘નો એન્ટ્રી’ અને ‘વોન્ટેડ’ ફિલ્મોમાં એસોસિયેટ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું હતું અને વર્ષ 2012માં તેણે ફિલ્મ ‘ઈશ્કઝાદે’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની અપોઝીટ પરિણીતી ચોપડા જોવા મળી હતી.આ ફિલ્મમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.આ સિવાય અર્જુન કપૂરે પોતાના ફિલ્મી કરિયરમાં અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

ફિલ્મોમાં આવતા પહેલા અર્જુન કપૂરનું વજન ઘણું હતું, જેને ઘટાડવામાં સલમાન ખાને ઘણી મદદ કરી.અર્જુન કપૂર સલમાન ખાનને પોતાનો પ્રેરણાસ્ત્રોત માને છે અને તેમનાથી ઘણો પ્રભાવિત રહે છે.

પર્સનલ લાઈફની વાત કરીએ તો અર્જુન કપૂર આ દિવસોમાં મલાઈકા અરોરાને ડેટ કરી રહ્યો છે. બંને 2016થી એકબીજાના સંબંધમાં છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર છેલ્લે ફિલ્મ ભૂત પોલીસમાં જોવા મળ્યો હતો.અર્જુન હવે એક વિલન રિટર્ન્સ, કૂતે ઓર ધ લેડી કિલર જેવી ફિલ્મોમાં કામ કરવા જઈ રહ્યો છે.