Site icon Revoi.in

બોલિવૂડ એક્ટર આર માધવનના પુત્રએ ખેલો ઈન્ડિયાની તરણ સ્પર્ધામાં રચ્યો ઈતિહાસ – 5 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા

Social Share
  • બોલિવૂડ એક્ટર આર માધવનના પુત્રએ રચ્યો ઈતિહાસટ
  • ખેલો ઈન્ડિ.યાની તરણ સ્પર્ધામાં જીત્યા 7 મેડલ
  • 5 ગોલ્ડ અને 2 સિલ્વર મેડેલ જીતી પિતાનું નામ રોશન કર્યું

દિલ્હીઃ- બોલિવૂડના જાણીતા એક્ટર આર માધવનના પુત્રએ ઈતિહબાસ રચ્યો છએ અને પોતાના પિતાનું માથું ગૌરવથી ઊંચુ કર્યું છે ,હાલ ચાલી રહેલી ખેલો ઈન્ડિયાની તરણ સ્પર્ધામાં તેણે સૌથી વધુ મેડલ જીતીને પિતાનું નામ રોશન કર્યું છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે એક્ટર આર માધવનના પુત્ર  વેદાંતે સ્વિમિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.  17 વર્ષનો વેદાંત માધવન ભારતનો ઉભરતો સ્વિમર છે.  પોતાના પિતા આર માધવને  આ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 ની સ્વિમિંગ ઈવેન્ટ્સમાં આર માધવનનો પુત્ર ચમક્યો, જે અહીં 11 ફેબ્રુઆરીએ ભોપાલમાં 7 મેડલ સાથે સમાપ્ત થયો હતો

એક્ટરે પોતાના ટ્ટવિર એકાઉન્ટ પર પુત્રની જીતના ફોટો શેર કરીને  પ્રેમ વ્યક્ત કર્યો છે. આર માધવને  ટ્વિટ કરીને લખ્યું  છે  , વેદાંત માધવન (5 ગોલ્ડ અને 2 સિલ્વર)ના પ્રદર્શનથી હું ખૂબ જ આભારી અને નમ્ર છું. અભિનેતાએ તેના એક બીજા  ટ્વિટમાં લખ્યું, “ભગવાનની કૃપાથી – 100 મીટર, 200 મીટર અને 1500 મીટરમાં ગોલ્ડ  અને 400 મીટર અને 800 મીટરમાં સિલ્વર.”
ઉલ્લેખનીય છે કે માધવનના પુિત્રનું નામ એક સારા સ્વિમરમાં લેવાય છે આ અગાઉ પણ કોપનહેગનમાં ડેનિશ ઓપન સ્વિમિંગ સ્પર્ધામાં વેદાંતે સ્થાનિક સ્વિમર એલેક્ઝાન્ડર એલ બજોર્નને હરાવીને પુરુષોની 800 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે અગાઉ આ જ મીટમાં 1500 મીટર ફ્રીસ્ટાઈલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે જ સમયે, માર્ચ 2021માં તેણે લાતવિયા ઓપનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
Exit mobile version