Site icon Revoi.in

બોલિવૂડ એક્ટર વરુણ ધવનનો જન્મદિવસ,જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો     

Social Share

મુંબઈ:વરુણ ધવન બોલિવૂડના લોકપ્રિય કલાકારોમાંથી એક છે. તે તેના લૂકસ  અને સ્ટાઈલ માટે જાણીતો છે.કરણ જોહરની 2010માં આવેલી ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’થી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર વરુણે 2012માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.’સ્ટુડન્ટ ઑફ ધ યર’ પછી વરુણે ક્યારેય પાછું વળીને જોયું નથી.તેણે પોતાના કરિયરમાં લગભગ 30 ફિલ્મોમાં કામ કર્યું છે.

વરુણનો જન્મ 24 એપ્રિલ 1987ના રોજ મુંબઈમાં પ્રખ્યાત નિર્દેશક ડેવિડ ધવનને ત્યાં થયો હતો.આ વર્ષે તે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.વરુણ પંજાબી હિંદુ પરિવારનો છે.

તેમના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેણે 24 જાન્યુઆરી 2021 ના ​​રોજ તેની લોંગ ટર્મની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા. નતાશા ફેશન ડિઝાઇનર છે.બંને બાળપણથી એકબીજાના મિત્રો હતા અને સાથે મોટા થયા હતા.જે પછી ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને બંનેએ લગ્ન કરી લીધા.

વરુણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે,તેણે નતાશાને ઘણી વખત પ્રપોઝ કર્યું હતું, પરંતુ નતાશાએ તેને દરેક વખતે રિજેક્ટ કર્યો. પરંતુ, હાર્યા વિના વરુણે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા અને નતાશાનું દિલ જીતવામાં સફળ રહ્યો.

વરુણને કારનો શોખ છે અને તેની પાસે લક્ઝરી કારનું શાનદાર કલેક્શન છે.તેની પાસે 88 લાખની મર્સિડીઝ બેન્ઝ 350D, 85 લાખની મર્સિડીઝ બેન્ઝ E220D અને Audi Q7 છે.તો એક Royal Enfield બુલેટ પણ છે, જેની કિંમત 3.7 લાખ રૂપિયા છે.વરુણે તેની 10 વર્ષની કારકિર્દીમાં ઘણું બધું હાંસલ કર્યું છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વરુણ ‘ભેડિયા’માં કૃતિ સેનન સાથે જોવા મળશે અને તે ‘જુગ જુગ જિયો’માં કિયારા અડવાણી સાથે જોવા મળશે.