Site icon Revoi.in

બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ કોરોના પોઝિટિવ

Social Share

 

મુંબઈ : કોરોના વાયરસનો પ્રકોપ દેશભરમાં ફરી વધવા લાગ્યો છે.દરરોજ હજારો લોકો આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. આ પહેલા ઘણા બોલિવૂડ સેલેબ્સ કોરોનાનો શિકાર બની ચુક્યા છે. હવે આ લિસ્ટમાં આલિયા ભટ્ટનું નામ પણ સામેલ થઇ ગયું છે.

આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે,હેલ્લો,હું કોરોના પોઝિટિવ  છું. હું ઘરે જ છું. અને મેં ખુદને ક્વોરેનટાઇન કરી લીધી છે. ડોકટરોની સૂચના મુજબ તમામ કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કરી રહી છું. તમારા બધાના પ્રેમ અને સપોર્ટ માટે આભાર. તમે બધા તમારું ધ્યાન રાખો.

આલિયા ભટ્ટ પહેલા તેનો બોયફ્રેન્ડ રણબીર કપૂર પણ કોરોનાની ચપેટમાં આવ્યો હતો.હાલમાં જ તેમણે કોરોનાને મ્હાત આપી છે.અને કામ પર પરત ફર્યો છે.

અગાઉ આમિર,કાર્તિક આર્યન, પરેશ રાવલ સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. માધવને સોશિયલ મીડિયા પર પોતાની ફની પોસ્ટ શેર કરી હતી અને કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. રણબીર કપૂર,સંજય લીલા ભણસાલી,અમિતાભ બચ્ચન,અભિષેક બચ્ચન, સંજય લીલા ભણસાલી,વરૂણ ધવન,નીતુ સિંહ સહિતના ઘણા સ્ટાર્સ વાયરસની ચપેટમાં આવી ચુક્યા છે.

દેવાંશી

Exit mobile version