Site icon Revoi.in

બોલિવૂડ એક્ટ્રેસ જેનેલિયા ડિસોઝાનો જન્મદિવસ,અમિતાભ બચ્ચન સાથે પાર્કર પેનની જાહેરાતથી થઈ પ્રખ્યાત,જાણો તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો

Social Share

મુંબઈ:હિન્દી સિનેમામાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી જેનેલિયા ડિસોઝા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.જેનેલિયા ડિસોઝાનો જન્મ 5 ઓગસ્ટ 1987ના રોજ મુંબઈમાં થયો હતો.જેનેલિયા મરાઠી ભાષી મેંગલોરિયન કેથોલિક પરિવારમાંથી આવે છે.

અભિનેત્રી જેનેલિયા ડિસોઝાએ ફિલ્મ તુઝે મેરી કસમથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.આ ફિલ્મમાં તેની સાથે રિતેશ દેશમુખ હતો.ફિલ્મોમાં આવતા પહેલા જેનેલિયા મોડલિંગ કરતી હતી.

જેનેલિયાએ હિન્દી સિનેમા સિવાય તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.જેનેલિયા અભ્યાસ, અભિનય અને રમતગમતમાં નિષ્ણાત હતી.તે એક સમયે રાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ ખેલાડી રહી ચૂકી છે

તે અમિતાભ બચ્ચન સાથે પાર્કર પેનની વિજ્ઞાપનથી પ્રખ્યાત થઈ હતી.આ પછી તેણે બીજી ઘણી વિજ્ઞાપન ફિલ્મોમાં કામ કર્યું.તે સમયે જેનેલિયા માત્ર 15 વર્ષની હતી.

કહેવાય છે કે ફિલ્મ ‘તુઝે મેરી કસમ’ દરમિયાન જેનેલિયા અને રિતેશ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.લગભગ 9 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા.જેનેલિયા અને રિતેશને બે બાળકો પણ છે. આજે તેમનું નામ બોલિવૂડના સૌથી ક્યૂટ કપલમાં આવે છે.

 

Exit mobile version