Site icon Revoi.in

બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર અને અમૃતા અરોરાને થયો કોરોના

Social Share

મુંબઈઃ- દેશમાં છેલ્લા થોડા સમયથી કોરોનાના મવા વેરિએન્ટ વચ્ચે કોરોનાના કેસોમાં પણ વધઘટ નોંધાઈ રહી છે, દૈનિક કેસોની જો વાત કરવામાં આવે તો તે 10 હજારની અંદર અંદર નોંધાઈ રહ્યા છે ત્યારે રહવે બોલિવૂડ જગતમાં પણ ફરીથી કોરોનાએ પગપેસારો કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે કરીના કપૂર ખાન અને અમૃતા અરોરા કોરોના પોઝિટિવ હોવાનું જણાવામાં આવ્યું છે. બૃહદ મુંબઇ પાલિકાએ પોતાના સત્તાવાર સ્ટેટમેન્ટમાં આ વાતને સમર્થન આપ્યું છે.બૃહદ મુંબઇ નગરપાલિકાએ પોતાના સત્તાવાર નિવેદનમાં આ ખુલાસો કર્યો છે, કે બન્ને એક્ટ્રેસ કોરોના પોઝિટિવ જોવા મળી છે.

આ સાથે જ કહેવામાં આવ્યું છે કે આ બન્નેએ કોરોનાને લગતા નિયમોનું ઉલ્લંઘન કર્યું  છે.કારણ કે તેઓ અવાર નવાર પાર્ટીનો ભાગ બનતા હતા વારંવાર પાર્ટીઓ માણતા હતાઆ સાથએ જ હવે . તેમના સંપર્કમાં આવનારા તમામ વ્યક્તિઓની આર-ટી પીસીાર ટેસ્ટ કરવાનો પણ બીએમસીએ ઓર્ડર આપ્યો હતો.

કોરોના થવાના કારણ પ્રમાણે વિતેલા અઠવાડિયા દરમિયાન ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રિયા કપૂરના ત્યા આયોજીત કરાઈ હતી જેમાં કરીના, અમૃતા, આલિયા ભટ્ટ્ અને અર્જૂન કપૂર જેવા સેલેબ્સ એ ભાગ લીધો હતો ત્યારે ગઈ કાલે સાંજે આ બન્ને અભિનેત્રીઓ કોરોના પોઝિટિવ હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે, આ જોતા ચોક્કસ કહેવું રહ્યું કે હવે કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે,જે સેલેબ્સ,ને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યા છે.

Exit mobile version