Site icon Revoi.in

એક્ટ્રેસ તાપસી પન્નુનો જન્મદિવસઃ ફ્લોપ ફિલ્મથી પોતાના ફિલ્મી સફરની કરી હતી શરુઆત

Social Share

મુંબઈઃબોલિવૂડ જગતની એક્ટ્રેસ તાપસી પન્નુ એ ફિલ્મી દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી છે, પોતાની મહેનતથી અને ખૂબ જ ઓછા સમયમાં તેણે તેનું નામ બોલિવૂડમાં જમાવ્યું છે. અમિતાભ બચ્ચનથી લઈને ઋષિ કપૂર સુધીના ફિલ્મી દુનિયાના ઘણા દિગ્ગજ કલાકારો સાથે તેણે કામ કર્યું છે. તેમણે હિન્દી સિનેમા તેમજ સાઉથ સિનેમામાં ઘણું નામ કમાયું છે. તાપસી પન્નુ તેનો 34 મો જન્મદિવસ આજ રોજ એટલે કે 1 લી ઓગસ્ટના રોજ મનાવી રહી છે.

તાપસી ઘણીવાર ફિલ્મો સાથેના પોતાના નિવેદનોને લઈને પણ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર કંગના અને તેની વચ્ચે તકરાર પણ જોવા મળે છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેના વિશેની કેટલીક વાતો પર એક નજર કરીએ.

તાપસી પન્નુનો જન્મ 1 ઓગસ્ટ 1987 ના રોજ દિલ્હીના એક શીખ પરિવારમાં થયો હતો. તાપસીના પિતા દિલ મોહન બિઝનેસમેન છે અને માતા નિર્મલજીત પન્નુ ગૃહિણી છે. જ્યારે તાપસી પન્નુ માત્ર આઠ વર્ષની હતી ત્યારે તેણે ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું. લગભગ આઠ વર્ષ સુધી તાપસીએ નૃત્યની તાલીમ પણ લીધી. તાપસી સ્ક્વોશ ખેલાડી પણ છે. તાપસીએ દિલ્હીથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેનું હુલામણું નામ મેગી છે.

તાપસીએ ટેલેન્ટ શો દ્વારા પોતાની અભિનય પ્રતિભાનું પ્રદર્શન કર્યું. તેણે ‘ગેટ ગોર્જિયસ’ માટે ઓડિશન આપ્યું હતું. આ ઓડિશનમાં તાપસીની પસંદગી થઈ અને તેણે મોડેલિંગ તરફ ઝંપલાવ્યું. મોડેલિંગની દુનિયામાં નામ મેળવ્યા પછી, તાપસીએ ક્યારેય પાછું વળીને જોયું નહીં અને તે સફળતા તરફ આગળ વધતી જ રહી.

બોલીવુડમાં પોતાનું નામ અને સ્થાન બનાવનાર તાપસી પન્નુએ વર્ષ 2010 માં તેલુગુ સિનેમાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તાપસી પન્નુએ પોતાની કારકિર્દીમાં ઘણી જુદી જુદી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું. તેલુગુમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપ્યા પછી, તાપસી પન્નુએ વર્ષ 2013 માં ફિલ્મ ‘ચશ્મેબદ્દૂર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન વરુણ ધવનના પિતા અને દિગ્દર્શક ડેવિડ ધવને કર્યું હતું. જોકે તેની પ્રથમ હિન્દી ફિલ્મ પડદા પર ખરાબ રીતે ફ્લોપ થઈ, પરંતુ આ હોવા છતાં, તાપસીએ હાર ન માની અને બોલિવૂડમાં પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો.

તાપસી પન્નુએ બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તેને તેની સાચી ઓળખ ફિલ્મ ‘પિંક’ થી મળી હતી. જોકે આ ફિલ્મમાં તાપસી એકલી નહોતી, તેમ છતાં તેનો રોલ દર્શકોને ગમ્યો હતો.. આ ફિલ્મમાં, તાપસીને બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરવાની તક મળી. આ ફિલ્મ પછી, તાપસીને ફિલ્મોની લાંબી લાઇન મળી. તાપસીની મુખ્ય ફિલ્મોમાં ‘બેબી’, ‘નામ શબાના’, ‘સૂરમા’, ‘ધ ગાઝી એટેક’, ‘પિંક’, ‘મનમર્ઝિયાં’, ‘બદલા’, ‘મુલ્ક’, ‘સાંડ કી આંખ’ અને ‘થપ્પડ’ જેવી ફિલ્મો આપી