Site icon Revoi.in

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ‘ સ્ત્રી શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ 2021’થી સમ્માનિતઃ- સોશિયલ મીડિયા પર આપી જાણકારી

Social Share

 

મુંબઈઃ- બોલિવૂડની જાણીતી એકટ્રેસ ઉર્વશી રૌતેલા કોઈની ઓળખની મોહતાઝ નથી, તે હંમેશા કોઈને કોઈ બાબાતે ચર્ચામાં રહેતી હોય છે,આ નામ એ અભિનેત્રીઓમાંનું એક છે, જે હંમેશાં કંઇક નવું કરવાનો સતત પ્રયત્ન કરતી રહેતી હોય છે ત્યારેહવે  ઉર્વશીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે તેને ‘સ્ત્રી શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ 2021’થી ,મ્માનિત કરવામાં જીત્યો છે. ઉર્વશીની સોશિયલ મીડિયા પોસ્ટને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એવોર્ડ જીતવાના કારણે હવે તે સોશિયલ મીડિયામાં ફરી છવાઈ છે.

ઉર્વશીએ ઇંસ્ટાગ્રામ પર મહારાષ્ટ્ર અને ગોવાના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથેના કેટલાક ફોટો શેર કર્યા હતા અને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘રાદજભવનમાં મહારાષ્ટ્રઅને ગોવાના રાજ્યપાલલલ ભગત સિંહ કોશ્યિારી  દ્વારા સ્ત્રી શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ 2021થી સમ્માનિત .’ ઉર્વશીએ તેના કેપ્શનમાં #StreeSshakti #NationalAward

ત્યાર બાદ ઉર્વશી રૌતેલાએ એક વીડિયો પણ શેર કર્યો. આ વીડિયોમાં, તેનું નામ ‘સ્ત્રી શક્તિ નેશનલ એવોર્ડ 2021’ સન્માન માટે લેવામાં આવી રહ્યું છે અને તેની ખુશી ઉર્વશીના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઉર્વશીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકોને તે ખૂબ પસંદ આવી રહ્યો છે. સ્ત્રી શક્તિ નેશનલ એવોર્ડ વ્યક્તિગત મહિલાઓને અપવાદરૂપ સિધ્ધિ માટે આપવામાં આવે છે.

Exit mobile version