Site icon Revoi.in

બોલિવૂડની સુંદર અભિનેત્રી કૃતિ સેનનનો આજે જન્મદિવસ,ઘણી સુપર હીટ ફિલ્મોમાં કર્યું છે કામ

Social Share

મુંબઈ:બોલિવૂડની સુંદર અભિનેત્રી કૃતિ સેનનનો આજે જન્મદિવસ છે. આજની ‘બર્થ ડે ગર્લ’એ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી છે,બરેલી કી બરફી, દિલવાલે, લુક્કા ચુપ્પી અને મિમી જેવી સફળ ફિલ્મોથી કૃતિએ બોલિવૂડમાં નવી સિદ્ધી હાંસિલ કરી છે, અને અભિનેત્રી તરીકે તેણીની યોગ્યતા સાબિત કરી છે.

તેણે મિમી ફિલ્મમાં સરોગેટ માતાની ભૂમિકા ભજવી હતી અને આ ભૂમિકાથી સાબિત થયું હતું કે કૃતિ બોલિવૂડમાં તમામ પ્રકારના રોલ કરવા સક્ષમ છે.કૃતિ ઓનલાઈન ટ્રેડિંગ ચાર્ટમાં ટોપ પર છે, એક્ટ્રેસ હોવા ઉપરાંત કૃતિ એક એન્જિનિયર પણ છે, તેણે જેપી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી નોઈડામાંથી બીટેક કર્યું છે.કૃતિ સેનને તેની એક્ટિંગ કરિયરની શરૂઆત એક ટીવી એડથી કરી હતી.

મોટાભાગના લોકો માને છે કે કૃતિ સેનનનો પ્રથમ સિલ્વર સ્ક્રીન પ્રોજેક્ટ હિન્દી ફિલ્મ હીરોપંતી હતો, પરંતુ અભિનેત્રી બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા જ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવી ચૂકી હતી. તે વર્ષની શરૂઆતમાં તેણે સુપરસ્ટાર મહેશ બાબુ સાથે થ્રિલર ફિલ્મ ‘નોક્કદી’માં કામ કર્યું હતું. ક્રિટિક્સે ફિલ્મને વધારે રેટિંગ નથી આપ્યું, પરંતુ કમાણીની દૃષ્ટિએ આ ફિલ્મ ઘણી સારી હતી.

Exit mobile version