Site icon Revoi.in

બોલિવૂડ ડિમ્પલ ગર્લ દિપીકા પાદુકોણ અને સમગ્ર પરિવાર કોરોના સંક્રમિતઃ પિતા હોસ્પિટલમાં દાખલ મુંબઈ

Social Share

મુંબઈઃ-સમગ્ર દેશમાં કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે અનેક સેલેબ્સ પણ અત્યાર સુધા કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે, ત્યારે હવે બોલિવૂડની જાણીતી અભિનેત્રી દિપીકા પાદુકોણ પણ કોરોના સંક્રમિત મળી આવી છે.

ઉલ્લેખનીય છે થોડા જ દિવસ પહેલા તેના પિતા પ્રાકાશ પાદુકોણ કોરોનાગ્રસ્ત થયા હતા ત્યાર બાદ તેઓને હોહોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આ સાથે જ દિપીકાની બહેન અને માતા પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે, તો બીજી તરફ દિપીકા અને તેનો પરિવાર હાલ હોમ ક્વોરોન્ટાઈન હેછળ સારવાર લઈ રહ્યા છે.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે દીપિકા હાલ પોતાના પરિવારની સાથે બેંગલુરૂમાં રહે છે. જ્યાં દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. માતા ઉજ્જવલા પાદુકોણ અને બહેન અનીષા પાદુકોણ પણ કોરોના પોઝિટિવ બાદ આઇસોલેટેડ થયા છે.