Site icon Revoi.in

બંગાળ ચૂંટણી પર આપત્તિજનક ટ્વિટ કંગનાને ભારે પડી, કંગનાનું ટ્વિટર એકાઉન્ટ કરાયું સસપેન્ડ

Social Share

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે અને દેશ અને વિદેશના અનેક મુદ્દાઓ પર પોતાની પ્રતક્રિયા આપતી રહે છે. જો કે હવે તેનું ટ્વીટર એકાઉન્ટ સસપેન્ડ કરી દેવામાં આવ્યું છે.

હાલમાં જ તેણે દેશમાં ઓક્સિજનને લઇને પોતાનું નિવેદન આપ્યું હતું. બાદમાં તેણે બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની જીત થઇ હતી તેના પર પણ પ્રતિક્રિયા આપી હતી અને બંગાળ હિંસા વિરુદ્વ પોતાનું નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ તેનું એકાઉન્ટ સસપેન્ડ કરી દેવામાં આવ્યું હતું.

પશ્વિમ બંગાળમાં થઇ રહેલી હિંસા પર કંગના રનૌતે વિવાદિત ટ્વીટ કરતા કહ્યું હતું કે, હું ખોટી હતી, તે રાવણ નથી, તે તો વિશ્વનો સૌથી સારો રાજા હતો. વિશ્વમાં સૌથી સારો દેશ બનાવ્યો. મહાન વહીવટીકર્તા હતો, વિદ્વાન હતો, વિણા વગાડનાર અને પોતાની પ્રજાના રાજા હતો. જ્યારે તે તો લોહીની ભૂખી તાડકા હતી.

કંગનાએ આ બાદ બીજી વિવાદિત ટ્વીટ કરી હતી જેમાં તેણે ટીએમસીના કાર્યકર્તાઓ પર ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો. તેણે ટ્વીટ કર્યુ હતું કે, ટીએમસીના ગુંડાઓએ બીજેપી કાર્યકર્તા પર ગેંગરેપ કર્યો છે. ઇન્દિરા ગાંધીએ 39 વાર આપાતકાલ લગાવ્યો અને તેણે કહ્યું કે, ભારતને એ વાતની પરવા નથી કે તમે શું વિચારો છે.

(સંકેત)