Site icon Revoi.in

બોલિવૂડ સ્ટાર ફરહાન અખ્તરનો 47મો બર્થ-ડે – જાણો તેમના ફિલ્મી સફર વિશે કેટલીક વાતો

Social Share

મુબંઈઃ-બૉલીવુડનો ખૂબજ જાણીતો એક્ટર ફરહાન અખ્તર આજરોજ 9 જાન્યુઆરીએ પોતાનો 47મા બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. મલ્ટી-ટેલેન્ટેડ એક્ટર અને ફિલ્મમેકર ફરહાન અખ્તરનો જન્મ 9 જાન્યુઆરી 1974ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા એક પ્રખ્યાત લેખક અને ગીતકાર જાવેદ અખ્તર અને તેમની માતા હની ઈરાની બોલિવૂડ જગહતમાં ખૂબ જ જાણતી હસ્તીઓ છે.

ફરહાન ખાન અખ્તર બોલિવૂડમાં ખુબ જ જણીતું નામ છે, તેઓ એક એક્ટર સાથે સિંગર પણ સારા રહ્યા છે આ સાથે જ દિગ્દર્શક, અભિનેતા અને બાદ તેઓ નિર્માતા તરીકે પણ પોતાની ઓળખ બનાવી છે.

 ફરહાન અખ્તરે માત્ર 17 વર્ષની વયે કારકિર્દી શરુ કરી

તેમણે ખૂબજ નાની વયે આ  ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું ,વર્ષ 1991માં ફિલ્મ ‘લમ્હે’થી આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી ,આ સાથે જ વપર્ષ 2001ની ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’થી ફરહાન ખાને ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ કર્યુૃ હતું, જેમાં તેને બેસ્ટ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય એવૉર્ડ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમણે ક્યારેય પાછપ વળીને જોયુ નથી એક પછી એક સફળ ફિલ્મો આપી હતી

વર્ષ 2008માં એક્ટર તરીકે ડેબ્યૂ – ફિલ્મ, રોક ઓન

ત્યાર બાદ તેમણે વર્ષ 2004માં લક્ષ્યનું નિર્દેશન પણ  કર્યું હતું. જેના માટે તેમને એક અલગ ઓળખ બનાવી,ફરહાન ખાને વર્ષ 2008માં ફિલ્મ ‘રૉક ઑન’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. જેમાં તેમને એવોર્ડસ પણ મળ્યા હતા.

સાહિન-

Exit mobile version