Site icon Revoi.in

ગંગામાં વહેતા મૃતદેહો પર બોલિવૂડ સ્ટાર્સ પરિણિતી ચોપરા અને ફરહાન અખ્તરનું રિએક્શનઃ- કહ્યું, ‘આમ કરનારા રાક્ષસ સમાન’

Social Share

મુંબઈઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે તબાહીના દ્રશ્યો સર્જ્યા છે, ગંગા નદીમાં વહેતી લાશોને લઈને દરેકના દીલ દ્ધવી ઉઠે છે, ત્યારે બોલિવૂડ સ્ટાર્સ પણ આ દ્રશ્ય ન જોઈ શકતા અનેક પ્રતિક્રીયાઓ આપી રહ્યા છે, વહેતી લાશોને લઈને દેશમાં અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે, ત્યારે બોલિવૂડ અભિનેતા ફરહાન અખ્તર અને અભિનેત્રી પરિણીતી ચોપરાએ પણ આ બાબતને લઈને નિંદા કરી છે.

અભિનેતા ફરહાન અખ્તરે ટ્વિટ કરીને લખ્યું છે કે, નદિયોમાં અને નદિ કીરાનાઓ પર મળેલા મૃતદેહોના સમાચારથી દિલ હચમચી ઉઠે છે. આ વાયર કોઈ પણ પ્રકારે હારશે પરંતુ સિસ્ટમની આ હારની પણ જબાબદેહી થવી જ જોઈએ, ત્યા સુધી આ મહામારીનું ચેપ્ટર ક્લોઝ નહી થાય

તો આ સાથે જ પરિણિતી ચોપરાએ ટ્વિટ કર્યુ છે અને લખ્યું છે કે, આ મહામારીએ માણસાઈનો સૌથી મોટો ચહેરો સામે લાવીને મૂકી દીધો છે, જે લોકોના મૃતદેહો તરી રહ્યા છએ તે લોકો પણ જીવતા હતા, કોઈની માતા, કોઈની પુત્રી, પિતા અથવા પુત્ર હશે, જો તમારી બોડી નદિ કીનારે મળતી અથવા  તો તમે તમારી માતાના મૃતદેહને નદિ કીનારે તરતા દેખતે તો તમને કેવું લાગતે, ખરેખરમાં આ વિચારછી પણ પરે છે, આવું કરનારા ખરેખર રાક્ષસ સમાન છે.

લોકો આ ઘટનાથી ડરી રહ્યા અને ચિંતિત  જોવા મળી રહ્યા છે. આ સાથે જ ફરહાન અને પરિણીતી સિવાય પણ ઘણા સ્ટાર્સે તેની સામે અવાજ ઉઠાવ્યો છે. ઉર્મિલા માટોંડકરે પણ આવી કાર્યવાહીને દુ: ખદ ગણાવી છે. પૂજા ભટ્ટે પણ આ કેસની સખત નિંદા કરી છે. આ સિવાય જાવેદ જાફરીએ પણ આ ઘટનાને ચોંકાવનારી અને ડરામણી ગણાવી હતી.