Site icon Revoi.in

બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને  કોરોના વેક્સિન જલ્દી મોકલવાની અપીલ કરતો  પત્ર લખ્યો

Social Share

દિલ્હીઃ-  ભારત દેશ કોરોના મામલે સાજા થવાથી લઈને કોરોના વેક્સિન બનાવવાના મામલે સમગ્ર વિશ્વમાં મોકરે રહ્યો છે, વિશ્વમાં ભારતની પ્રસંશાઓ થઈ રહી છે કેટચલાક દેશઓએ ભારત પાસે વેક્સિનની માંગણી પણ કરી છે, ભારતમાં બનાવવામાં આવેલી બે સ્વદેશી વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ કોવિડ રસીકરણ અભિયાન ટૂંક સમયમાં દેશભરમાં શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે

આ પત્રમાં તેમણે કોરોના વેક્સિન વહેલી તકે મોકલવા અંગેની વિનંતી કરી છે. વિશ્વના કોરોનાથી પ્રભાવિત દેશોની યાદીમાં બ્રાઝિલ બીજા ક્રમે રહ્યું છે, જેના કારણે બ્રાઝિલમાં રસીકરણની રજૂઆત ન થવા અને વિલંબ થતાં બ્રાઝિલ પર દબાણ વધી રહ્યું છે.

જેયર બોલ્સોનારોએકરી આ અપીલ

બ્રાઝિલના રાષ્ટ્રપતિ કાર્યાલયે આ પત્ર જારી કર્યો છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિએ વડા પ્રધાન મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે, હું ભારતીય રસીકરણ કાર્યક્રમ પર કોઈ પણ અડચણ  વિના અમારા રાષ્ટ્રીય ટીકાકરણ કાર્યક્રમના તાત્કાલિક અમલ માટે 20 લાખ વેક્સિનના ડોઝ સપ્લાય કરવાની અપીલ કરું છું.

બોલ્સોનારોએ આ સંદેશ તે સમયે વડા પ્રધાન મોદીને મોકલ્યો છે જ્યારે બ્રાઝિલની સરકાર સંચાલિત ફિઓક્રુઝ બાયોમેડિકલ સેંટરએ એક દિવસ અગાઉ કહ્યું હતું કે બ્રાઝિલમાં લાખો એસ્ટ્રાઝેનેકા ડોઝ આ મહિનાના અંત પહેલા ન પહોંચી શકે. ફિઓક્રુઝે કહ્યું છે કે તે વેક્સિન ડોઝ માટે વાતચીત કરી રહ્યા છે.

સાહિન-