Site icon Revoi.in

ભારતની કોવેક્સિનમાં બ્રાઝિલની ખાનગી હોસ્પિટલોએ રસ દાખવ્યો- 50 લાખ ડોઝ ખરીદવા બાબતે કરાર કર્યો

Social Share

દિલ્હીઃ-ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે રવિવારે બે કોરોનાની વેક્સિનને ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે.જેમાં એક વેક્સિન સ્વદેશી છે, ભારત બાયોટેક કંપની દ્વારા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના સહયોગથી બનાવવામાં આવી છે. જોકે,તેના પર અનેક સવાલો ઉદ્ભવ્યા છે કે ત્રીજા તબક્કાના પરિક્ષણના ટે ડેટા જાહેર કર્યા વિના રસીને કેવી મંજૂરી આપવામાં આવી પરંતુ સૌથી મોટી વાત એ છે કે બ્રાઝિલિયન ખાનગી આરોગ્ય ક્લિનિક્સ એસોસિએશને પણ આ ભારતીય વેક્સિનને મંજૂરી આપી દીધી છે. અને આ વેક્સિનમાં રસ દાખવ્યો છે અને ‘કોવાક્સિન’ ના 5 મિલિયન ડોઝની ખરીદી માટે વાટાઘાટો કરી છે.

બ્રાઝિલિયન એસોસિએશન ઓફ વેકસીન ક્લિનિક્સએ તેની વેબસાઇટ પર પુષ્ટિ આપી છે કે તેણે ભારતની રસી ‘કોવોક્સિન’ ખરીદવા માટે ભારતીય કંપની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જે હાલમાં ક્લિનિકલ ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. જોકે, બ્રાઝિલિયન હેલ્થ રેગ્યુલેટરી યુનિટ દ્વારા આ કરાર પર મહોર લગાવવામાં હજુ આવી નથી.

બ્રાઝિલિયન એસોસિએશન ઓફ વેકસીન ક્લિનિક્સનું આ અંગે કહેવું  છે કે બ્રાઝિલના શ્રીમંત પરિવારોના લોકો આ આરોગ્ય ક્લિનિક પર આધાર રાખે છે અને સરકાર સિવાય અન્ય ખાનગી ક્લિનિક્સમાં પણ આ વેક્સિન લગાવવામાં રસ દાખવશે. એસોસિએશનના પ્રમુખ ગેરાલ્ડો બાર્બોસાએ જણાવ્યું હતું કે, ભારત બાયોટેક સાથેના તેમના કરારથી સરકારના કોઈપણ કરારમાં હસ્તાક્ષેપ કરશે નહીં

મીડિયા રિપોર્ટસમાં મળતી માહિતી પ્રમાણે બ્રાઝિલની સરકારે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીના 10 કરોડ ડોઝની ખરીદીની ખાતરી આપી છે, પરંતુ રસીકરણની તારીખ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૌર બોલ્સોનારોએ કહ્યું છે કે સરકારી યોજના હેઠળ, બ્રાઝિલના તમામ ઈચ્છુક લોકોને રસ હોય તેને નિશુલ્ક રસી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારપતની વેક્સિન બાબતે સમગ્ર વિશ્વમાં ટર્ચાઓ થઈ રહી છએ,ભારત એક માત્ર સંભવત દેશ છે કે જ્યા કોરોનાની ચાર વેક્સિન નિર્માણ પામી છે.ત્યારે હવે દેશની વેક્સિન બ્રાઝિલમાં પણ ઉપયોગમાં લેવાશે.

સાહીનઃ-