Site icon Revoi.in

સ્વચ્છતા અભિયાનમાં જોડાવાની પીએમ મોદીની અપીલ લાવી રંગ – 8.75 કરોડ લોકોએ સ્વચ્છતા અભિયાનમાં લીઘો ભાગ

Social Share

દિલ્હીઃ પીએમ મોદી દ્રારા  ગાંઘી જ્યંતિ નિમ્મિતે લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવવાની અપીલ કરવામાં આવી હતી જો કે આ અપીલથી કરોડો લોકોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીઘો છે કેન્દ્ર દ્રારા હવે સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા લોકોનો આંકડો જારી કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ મોદીની અપીલ પર, 8.75 કરોડ લોકોએ 1 ઑક્ટોબરના રોજ દેશભરમાં નવ લાખથી વધુ સ્થળોએ શરૂ કરાયેલ રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો.ઉલ્લેખનીય છે કે‘મન કી બાત’ ટેલિકાસ્ટના તાજેતરના એપિસોડમાં, પીએમ મોદીએ 1 ઓક્ટોબરના રોજ તમામ નાગરિકોને “સ્વચ્છતા માટે એક કલાક શ્રમદાન” દાન કરવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે તે મહાત્મા ગાંધીને “સ્વચ્છાજન” હશે.

 કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંગળવારે આ અંગેની માહિતી આપી. ગાંધી જયંતિની પૂર્વસંધ્યાએ, પીએમ મોદીએ સ્વચ્છતાની સાથે ફિટનેસ અને વેલનેસ પર ભાર મૂક્યો અને દેશવ્યાપી સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કર્યું જેમાં મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી જોવા મળી હતી જે એ વાત પણ દર્શાવે છે કે પીએમ મોદીનું કહેણ લોકો માટે કેટલું માન્ય રાખે છે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મેગા સ્વચ્છતા અભિયાનને સમગ્ર દેશમાં પ્રોત્સાહન મળ્યું છે કારણ કે સ્વચ્છતા એ રાષ્ટ્ર માટે એક મહાન એકીકરણ છે, જે પંચાયતો, નગરપાલિકાઓ, જિલ્લાઓ અને રાજ્યની સીમાઓથી આગળ વધે છે.” આ મુજબ, ઘણા રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, સ્થાનિક રાજકીય નેતાઓ, હજારો નાગરિક સમાજ સંગઠનો અને જનતાએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો.