Site icon Revoi.in

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને પીએમ મોદીના કર્યા વખાણ – કહ્યું, ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવા માટે અદભૂત કાર્યો કર્યા છે

Social Share
  • બ્રિટશ સાસંદને પીએમ મોદીની કરી તારીફ
  • કહ્યું ભારતની અર્થવયસ્થાને મજબૂત બનાવા મહત્વના કાર્યો કર્યા છે

દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માત્ર ભારતના  લોકોના જ નહી પરંતુ વિદેશના લોકોનાનપણ લાડીલા બન્યા છે.દેશભરમાં પીએમ મોદીના વખાણ થવાની સાથે સાથે વિદેશમાં પણ પીએમ મોદી સહીત તેમના કાર્યો વખાણાઈ રહ્યા છે ત્યારે હવે બ્રિટશના સાંસદે પણ પીએમ મોદીના ભરપેટ વખાણ કર્યા છે.

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને પીએમ મોદીના વખાણમાં કહ્યું કે નરેન્દ્ર મોદીએ ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે અદ્ભુત કામ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે જેનો શ્રેય પીએમ મોદીને જાય છે.
મીડિયા  સાથેની વાતચીતમાં કહ્યું કે થેની મુલાકાતમાં બ્લેકમેને કહ્યું કે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે સુરક્ષા, સંરક્ષણ અને અન્ય બાબતો પર સમજૂતી છે અને તે બંને દેશો વચ્ચેની સદ્ભાવના દર્શાવે છે.
આ સાથે જ તેમણે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે યાદ કરતાં તેમણે કહ્યું કે જ્યારે તેઓ મુખ્યમંત્રી તરીકેનો હોદ્દો સંભાળતા હતા ત્યારે PMએ રાજ્યને ભારતના અર્થતંત્રનું પાવરહાઉસ બનાવ્યું હતું અને હવે ભારતની કાયાપલટ કરી છે.
આ સાથે જ બ્રિટિશના સાસંદે ભારતીય જનતા પાર્ટીને તેમની પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટીનો કુદરતી સાથી ગણાવ્યો હતો. આ ઉપરાંત બ્લેકમેને પાકિસ્તાનને પણ આડે હાથ લીધું હતું અને તેને આતંકવાદને નષ્ટ કરવાનું જણાવ્યું હતું. તેથી વિશેષ પીએમ મોદીને લઈને બનેલી ડોક્યુમેન્ટ્રીને લઈને પણ કડક વલણ અપનાવ્યું હતું.વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરની બીબીસી ડોક્યુમેન્ટરીને “પ્રચાર વિડિયો” અને “ખોટી પત્રકારત્વનો શરમજનક ભાગ” તરીકે ઉભરી રહી છે, તેવું બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને કહ્યું હતું.તેમણે એમ કહ્યું કે પ્રચાર વિડિયો, નકામું પત્રકારત્વ, ક્યારેય ટેલિકાસ્ટ ન થવું જોઈએ
જી20ને લઈને પણ તેમણે જણાવ્યું હતું અને કહ્યું કે ભારત આ વર્ષે વિશ્વના નેતાઓનું સ્વાગત કરશે અને “તે મહત્વપૂર્ણ છે કે આપણે આપણા સારા સંબંધોને મજબૂત કરીશું,”ભારત સરકારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવવાનું નોંધપાત્ર કામ કર્યું છે, જેના કારણે ભારત હવે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે, વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે.