Site icon Revoi.in

બ્રિટનના પીએમ બોરિસ જોનસન આપશે રાજીનામુ -આગલા પીએમ તરીકે મૂળ ભારતીય ઋુષિ સુનકના નામની ચર્ચાઓ

Social Share

દિલ્હીઃ- હાલમાં ભારતના રાજ્ય મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલ પાથલ જોવા મળી હતી ત્યારે હવે આવી જ ઇથલ પાથલ બ્રિટનના રાજકરણમાં જોવા મળી રહી છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે  યુકેના પીએમ બોરિસ જોન્સન છેવટે રાજીનામુ રાજી થયા છે. આ સાથે જ બ્રિટિશ મીડિયામાંથી એવી માહિતી મળી રહી  છે કે વડા પ્રધાન બોરિસ જોનસન આજે સાંજે રાજીનામુ આપશએ અને રાષ્ટ્રનવે સંબોધિત પણ કરશે.

જો કે બોરિસ જોનસનના ગયા બાદ આગળના પીએમ કોણ હશે તે બાબતે પણ ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે,યુકેના આગામી પીએમ ન બને ત્યાં સુધી બોરિસ કેરટેકર પીએમ તરીકે રહેશે. તેમનું કેરટેકર પોસ્ટ ઓક્ટોબર મહિના સુધી ચાલે તેવી શક્યતા છે.

આ સાથે જ માનવામાં આવી રહ્યું  છે કે 42 વર્ષિય ઋષિ સુનક જેનું નામ હાલમાં યુકેના આગામી પીએમ તરીકે ઉભરી રહ્યું છે, બોરિસ જ્હોન્સન દ્વારા એક્સચેકરના ચાન્સેલર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તે ફેબ્રુઆરી 2020 ની વાત છે જ્યારે બોરિસ તેમની કેબિનેટનું વિસ્તરણ કરી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે યુકેના નવા નાણા મંત્રી નદીમ જહાવીએ ગુરુવારે વડાપ્રધાન બોરિસ જોન્સનને રાજીનામું આપવાની અપીલ કરી હતી. “વડાપ્રધાન, તમે જાણો છો કે શું કરવું યોગ્ય છે અને હવે રાજીનામું આપો,” તેમણે ટ્વિટર પર પોસ્ટ કરેલા નિવેદનમાં કહ્યુ હતું ત્યારે હવે તેઓ રાજીનામુ આપવા રાજી થયા છે.

કન્ઝર્વેટિવ પાર્ટીના વડા પદ પરથી તેઓ  આજે રાજીનામું આપશે.. નવા નિયુક્ત મંત્રીઓએ પણ તેમનો સાથ છોડી દીધો હતો અને તેમની કેબિનેટમાંથી 50 થી વધુ સભ્યોએ રાજીનામું આપ્યું હતું. જેમાંથી 8 મંત્રીઓ અને બે રાજ્ય સચિવોએ છેલ્લા 2 કલાકમાં રાજીનામું આપ્યું છે. જોનસન હવે બળવાખોર નેતાઓની માંગણીઓ સામે ઝુકવું પડ્યું અને બાદમાં જાહેરાત કરી કે તે રાજીનામું આપવા જઈ રહ્યો છે. પરંતુ નોંધનીય છે કે તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના આગામી નેતાની ચૂંટણી સુધી વડાપ્રધાન પદ પર રહેશે.