Site icon Revoi.in

બ્રિટના વૈજ્ઞાનિકોએ નવા કોરોનાના પ્રકાર અંગે આપી ચેતવણી – વર્ષ 2021 માં મૃત્યુની સંખ્યા વધી શકે છે

Social Share

લંડનઃ-બ્રિટનમાં ફેલાયેલા નવા કોરોના વાયરસના પ્રાકર અંગે વૈજ્ઞનિકોએ ચિંતા વ્યક્ત કરી છે,વિજ્ઞાનીઓ બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન પર સંશોધન હાથ ધરીને ચેતવણી આપી છે કે આ નવો કોરોનાનો પ્રકાર  જૂના વાઈરસ કરતા 56 ટકા વધુ જોખમી છે,જે વધુ મૃત્યુને નોતરી શકે છે. વૈજ્ઞાનિકોએ અપીલ કરી છે કે શક્ય તેટલી વહેલી તકે બ્રિટનમાં રસીકરણ શરૂ કરવામાં આવે.

શું હવે છે નવો કોરોનાના પ્રકાર સ્ટ્રેન અંગેનુ  રિસર્ચ

લંડન સ્કૂલ ઓફ હાઈજીન અને ટ્રોપિકલ મેડિસિનમાં સેન્ટ્રલ ફોર મેથેમેટિકલ મોડેલિંગના ઓફ ઈન્ફેક્શેનિયસ ડિસીઝ તરફથી પ્રકાશીત કરવામાં આવેલા સંશોધન અનુસાર, નવેમ્બરમાં દક્ષિણપૂર્વ ઇંગ્લેન્ડમાં ઝડપથી ફેલાયેલા આ સ્ટ્રેમના કારણે  આવતા વર્ષે હોસ્પિટલોમાં દર્દીઓની ભરતી અને મૃત્યુની સંખ્યામાં વધારો થશે.

વર્ષ 2021મા વધી શકે છે મોતનો આંકડો

સંશોધનકારોનું કહેવું છે કે, મ્યુટન્ટ સ્ટ્રેન જૂના વેરિએન્ટ કરતા વધુ કે ઓછું જોખમી છે તે હજી ચોક્કસ કહી શકાતું નથી. સંશોધનકારો કહે છે કે સંક્રમણ દરમાં વધારાથી 2021 સુધીમાં કોવિડ -19 ના દર્દીઓનાં મોત અને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધુ થશે.

વૈજ્ઞાનિકોએ કોરોનાના નિયમોમાં છૂટછાટ અંગે કહ્યું આવુંઃ-

સંશોધન કરનારા લેખકોએ ચેતવણી આપી છે કે નવેમ્બરમાં ઇંગ્લેન્ડમાં લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રીય લોકડાઉનથી ત્યાજ સુધી કોરોના અટકાવવામાં મદદ નહી મળે જ્યા સુધી પ્રાઈમરી સ્કૂલ, માધ્યમિક શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ ન થાય. જો કોરોના અંગેના નિયંત્રણો થોડા અંશએ પણ હળવા કરવામાં આવે છે તો આ કેસોમાં વધારો થઈ શકે છે.

સાહિન-