Site icon Revoi.in

બે દિવસની તેજી બાદ ત્રીજા દિવસે બીએસઈ 600થી વધારે પોઈન્ટ નીચે બંધ

Social Share

બે દિવસ સુધી ગ્રીન ઝોનમાં રહ્યા બાદ આજે રાત્રે યુએસ ફેડરલ રિઝર્વની મિનિટો રિલીઝ થાય તે પહેલા દલાલ સ્ટ્રીટમાં ગભરાટ ફેલાઈ હતી. BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 281.9 લાખ કરોડ થવાને કારણે સેન્સેક્સ 660 પોઇન્ટથી વધુ તૂટી ગયો હતો. તેના કારણે રોકાણકારોને રૂ. 2.7 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.

બુધવારે સેન્સેક્સ 636 પોઈન્ટના ઘટાડા સાથે 60657 પોઈન્ટ પર, નિફ્ટી 189 પોઈન્ટ ઘટીને 18042 પર અને બેંક નિફ્ટી 476 પોઈન્ટના ઘટાડા સાથે 42948 પોઈન્ટ પર બંધ થયો હતો. સેન્સેક્સના ટોપ-30 શેરોમાં માત્ર બે શેરો – મારુતિ અને ટીસીએસ ઉછાળા સાથે બંધ થયા હતા. બાકીના તમામ 28 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને પાવરગ્રીડ જેવી કંપનીઓના શેર સેન્સેક્સ પર ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.