Site icon Revoi.in

BSP સુપ્રીમો માયાવતીએ રાષ્ટ્રપતિ મુર્મુ સાથે કરી મુલાકાત, કહ્યું- દેશને તેમની પાસેથી ઘણી આશાઓ છે

Social Share

દિલ્હી:બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ આજે ​​રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી અનુસૂચિત જનજાતિ (ST) સમાજ સાથે સંબંધ ધરાવતા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવા બદલ તેમને ઔપચારિક રીતે અભિનંદન અને શુભકામના પાઠવી હતી.માયાવતીએ કહ્યું કે,તેઓ સમાજ અને દેશનું નામ રોશન કરે, આ જ ઈચ્છા છે.

માયાવતીએ ખુદ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ સાથે તેમની મુલાકાત ઘણી સારી રહી.માયાવતીએ કહ્યું કે તેમની એક જ ઈચ્છા છે કે તે સમાજ અને દેશનું નામ રોશન કરે.માયાવતીએ ટ્વીટ કરીને લખ્યું કે જો કે બસપા અને અન્ય પક્ષોએ પણ પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને સમર્થન આપ્યું અને તેઓ જંગી મતોથી જીત્યા, પરંતુ જો થોડો વધુ યોગ્ય અને સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો હોત તો તેઓ આ ચૂંટણી સર્વસંમતિથી જીતી શક્યા હોત.અને નવો ઇતિહાસ જરૂરથી બનેત. દેશને તેમની પાસેથી ઘણી આશાઓ છે.

BSP સુપ્રીમોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેની પોતાની તસવીરો પણ શેર કરી છે જેમાં તે તેમને ફૂલોનો ગુલદસ્તો આપતા જોવા મળી રહી છે.BSPએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુના પક્ષમાં વોટ આપ્યો હતો.બસપાએ કહ્યું હતું કે તેમનો આ નિર્ણય સ્વતંત્ર રીતે લેવામાં આવ્યો છે.