Site icon Revoi.in

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની બમ્પર આવક

Social Share

રાજકોટ:ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની બમ્પર આવક થવા પામી છે.સિઝનની સૌપ્રથમ 2000 ભારીની આવક નોંધાઈ છે.ગૉડલ માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો મરચાના 4100 થી 7001 સુધીના ભાવ બોલાયા હતા.સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો માલ વેચવા ગોંડલ માર્કેટયાર્ડમાં આવતા હોય છે.જ્યારે રાજસ્થાન,યુપી, એમ.પી,તેલંગણા,કેરળ સહિતના રાજ્યોમાંથી વેપારીઓ માલ ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવે છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે , ગોંડલનું મરચું સમગ્ર ભારતભરમાં પ્રખ્યાત છે.ગત વખતની સરખામણીમાં ખેડૂતોને સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ જવા પામી છે.તેમજ સમગ્ર ભારતભરની 17 કંપનીને ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વરા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મરચા ખરીદવા માટે ગોંડલ આવશે.

આ સાથે રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળી ભરેલા 1800 થી વધુ વાહનોમાં 1.35 લાખ ગુણીની આવક થવા પામી છે.જે માર્કેટ યાર્ડના ઈતિહાસમાં એક ઐતિહાસીક ઘટના છે.હાલ,સૌરાષ્ટ્રના ખેડૂતોનો પ્રવાહ રાજકોટ માર્કેટ યાર્ડ તરફ વધ્યો છે.