Site icon Revoi.in

ગરમ વસ્તુ ખાવાથી કે પીવાથી જીભ બળી ગઈ છે? તો આ રીતે મેળવો રાહત

Social Share

મોટાભાગના લોકોને ગરમ વસ્તુ ખાવાની અને પીવાની આદત હોય છે. જ્યારે પણ તેઓ જમવા બેસે ત્યારે એકદમ ગરમ ભોજન જમતા હોય છે પણ આવામાં ક્યારેક જીભ પણ બળી જાય છે જેના કારણે પાછળથી પસ્તાવો પણ થતો હોય છે. હવે જે લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તે લોકોએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો જો કોઈ ગરમ વસ્તુ ખાધા પછી જીભ બળી જાય અને તમને સતત બળતરા થતી હોય તો તમારે મીઠાવાળા ઠંડા પાણીની રેસિપી અપનાવવી જોઈએ. ઠંડા પાણીમાં મીઠું મિક્સ કરીને તેને પીઓ.

આ ઉપરાંત જો વાત કરીએ તો આ સ્થિતિમાં તમે ઠંડુ દહીં ખાઈ શકો છો. આ બળી ગયેલી જીભમાંથી બળતરા દૂર કરવાનું કામ કરશે. સાથે સાથે જીભ બળી જવાની સ્થિતિમાં તમે બેકિંગ સોડાના ઘરઘથ્થુ ઉપચાર પણ અપનાવી શકો છો. આ માટે તમારે એક ગ્લાસમાં ઠંડુ પાણી લેવુ અને તેમા અડધી ચમચી ખાવાનો સોડા નાખવો. આ પાણીથી મોંમાં કોગળા કરો અને ત્યારબાદ થોડો સમય તમારા મોંમાં બરફ રાખો.

ઉલ્લેખનીય છે કે આ લેખ માત્ર જાણકારી માટે તૈયાર કરવામાં આવ્યો છે અને જો કોઈ વ્યક્તિને આ બાબતે સમસ્યા સર્જાય તો અખત્રો કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.