- હિમાચલ પ્રદેશ ફરીથી ધમધમશે
- કોરોના નેગેટિવ લોકો કરી શકશે પ્રવાસ
- હોચટલો અને બસોનું સંચાલન થયું શરુ
- સ્થાનિક લોકોને મળશે રોજગારી
શિમલાઃ- સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના કેસો વધતા જ અનેક પાબંધિઓ લગાવાઈ હતી , જેમાં પર્યટક સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા હતા, જેમાં લોકોનું પસંદીદા સ્થળ ગણાતું હિમાચલ પ્રદેશ પણ બંધ હતું ત્યારે હવે પ્રવાસીઓ માટે સાચારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, હિમાચલ પ્રદેશ હવે ખુલ્લુ મૂકવામાં આવી રહ્યું છે.
સીએમ મંત્રીમંડળના નિર્ણય બાદ સોમવારે સવારે 6 વાગ્યાથી હિમાચલ પ્રદેશમાં બસોનું સંચાલન શરૂ થઈ ચૂક્યું છે. હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને કુલ 4 હજારમાંથી 1 હજાર 4 રૂટ પર રાત-દિવસ પોતાની બસનું સંચાલન કરવાનો નિર્ણય લીધો. કોરોના કર્ફ્યુના પ્રતિબંધો પરિવહન સેવા પર લાગુ થશે નહીં. નિગમ મુસાફરોની માંગ પ્રમાણે માર્ગોની સંખ્યામાં વધારો કરશે. જો કે, ખાનગી બસ ઓપરેટરોએ ખાસ માર્ગ વેરો અને ટોકન ટેક્સને સંપૂર્ણ માફ ન કરવાના વિરોધમાં બસો નહીં ચલાવવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ ત્રણ હજારથી વધુ હોટલો પણ ખોલવામાં આવી ચૂકી છે, તે જ સમયે રાજયમાં પ્રવેશ કરતા દેશના કોઈપણ રાજ્યના પ્રવાસીઓએ કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ બતાવો પડશે. જો કે, પ્રવેશ માટે, તેઓએ કોવિડ -19 ઇ-પાસ પોર્ટલ પર નોંધણી કરાવવી આવશ્યક છે. આ જોયા બાદ જ સરહદ પર તૈનાત પોલીસ પ્રવાસીઓને અંદર પ્રવેશ કરી શકશે.
મંત્રીમંડળના નિર્ણય મુજબ આજથી બજારો સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. તમામ પ્રકારની દુકાનો સોમવારથી શુક્રવાર સુધી ખુલશે. સોમવારથી શુક્રવાર સુધીમાં 50 ટકા કર્મચારીઓ સાથે કાર્ય કરશે. ફક્ત આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો શનિવાર અને રવિવારે ખુલશે. આ સાથે જ ટેક્સીઓ અને મેક્સી અને ખાનગી વાહનો 100 ટકા મુસાફરો સાથે દોડી શકશે. કોરોના કર્ફ્યુ સાંજે 5 થી 5 સુધી ચાલુ રહેશે.