Site icon Revoi.in

આવતીકાલે રામનવમી પર અનેક રાજ્યોમાં બેંક રહેશે બંધ, રજાની યાદી વાંચીને કરો પ્લાનિંગ

Social Share

નવી દિલ્હી: આવતીકાલે તારીખ 21 એપ્રિલ એટલે કે રામનવમીનું પર્વ છે. આ પર્વ પર અનેક રાજ્યોમાં બેંક બંધ રહેશે. તો તમે પણ જો કોઇ બેંકને લગતા કામકાજનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો કામ આજે જ પૂર્ણ કરી લેશો.

જો તમે પણ બેંકના કામે બહાર જાઓ છો, તો તમારે એ જાણવું આવશ્યક છે કે આવતીકાલે કેટલાક રાજ્યોમાં બેંક બંધ રહેશે. RBIએ બેંકની રજાઓનું લિસ્ટ જાહેર કરી દીધું છે. આ રજાઓ રાજ્યના આધારે નક્કી કરાઇ છે. તો બેંક જતા પહેલા ક્યાં રાજ્યોમાં ક્યારે બેંક બંધ રહેશે તે વાંચી લો અને ત્યારબાદ પ્લાનિંગ કરો.

આવતીકાલે રામનવમીના પર્વ પર અનેક રાજ્યોમાં બેંક બંધ રહેશે. રામનવમીને હિંદુ ધર્મમાં પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ દિવસ ચૈત્ર મહિનાના 9માં દિવસે ઉજવાય છે. આવતીકાલે પશ્વિમ બંગાળ, અસમ, ગોવા, જમ્મૂ કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ,  અરુણાચલ પ્રદેશ, મિઝરોમ, પુડુંચેરી, તામિલનાડુમાં બેંકમાં રજા રહેશે.

આપને જણાવી દઇએ કે 24 એપ્રિલે બેંકમાં ચોથા શનિવારના કારણે રજા રાખવામાં આવશે. તો 25 એપ્રિલે રવિવારની સાથે મહાવીર જયંતિના કારણે પણ બેંકમાં રજા રહેશે. આ કારણે તમે સળંગ 2 દિવસ સુધી બેન્કિંગ કામકાજ નહીં કરી શકો.

જો કે આ સમય દરમિયાન તમે બેંકની ડિજીટલ બેન્કિંગ સેવાઓનો લાભ ઉઠાવી શકશો.

(સંકેત)