Site icon Revoi.in

ભાગેડુ વિજય માલ્યા અને નિરવ મોદીની સંપત્તિ વેચીને સરકારે એકત્ર કર્યા 13,109 કરોડ: નાણા મંત્રી

Social Share

નવી દિલ્હી: ભારત સરકારે ભાગેડૂ વિજય માલ્યા અને નીરવ મોદીની મિલકતો વેચીને 13,109 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. આ બંને ભાગેડુ આર્થિક અપરાધીઓ સામે ભારત સરકારની કડકાઇ ચાલુ છે, જેઓ વેપારના નામે બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશ ભાગી ગયા છે.

લોકસભાના સત્ર દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારે ભાગેડૂ વિજય માલ્યા અને નીરવ મોદીની સંપત્તિ વેચીને 13109 કરોડની વસૂલાત કરી છે તેવી માહિતી આપી હતી. સીતારમણે કહ્યું કે, બેંકોએ અત્યારસુધી આ બે ભાગેડુ ડિફોલ્ટરોની સંપત્તિ વેચીને આ રકમ મેળવી છે. આ વર્ષે જુલાઇમાં જ એન્ફોર્સમેન્ટ ડિરિક્ટોરેટે વિજય માલ્યા અને નીરવ મોદીની પ્રોપર્ટી વેચીને થયેલી રિકવરી અંગે માહિતી આપી હતી.

નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ PNB સહિત અનેક બેંકો સાથે રૂ.13000 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી અને પછી યુકે ભાગી ગયા હતા.

જ્યારે કિંગફિશર એરલાઇન્સ અને દારૂના વેપારી વિજય માલ્યાની વાત કરીએ તો યુનાઇટેડ બ્રુઅરીઝના માલિક તરીકે વિજય માલ્યાએ ઘણી બેંકો પાસેથી રૂ.9000 કરોડની લોન લીધી હતી. બેંકોનો આરોપ છે કે લોનની રમક અને વ્યાજની હજુ માલ્યાએ ચૂકવણી કરી નથી.

અત્રે જણાવવાનું કે, ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને અમેરિકાની નાદારી અદાલતે જોરદાર ઝટકો આપ્યો છે. ભારતના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની અરજી અમેરિકી અદાલતે ફગાવી દીધી છે.