Site icon Revoi.in

રિટેલ માર્કેટ ખરાબ કરવાને લઇને અમેઝોન વિરુદ્વ કાર્યવાહી કરવા CAITએ EDને કરી માંગ

Social Share

નવી દિલ્હી: વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સએ અમેઝોન વિરુદ્વ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. CAITએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પત્ર લખીને માર્કેટ ખરાબ કરનારી કિંમતોને લઇને ઇ-કોમર્સ કંપની અમેઝોન વિરુદ્વ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેઝોનની માર્કેટ બગાડનારી કિંમતોથી નાના વેપારીઓની સ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે.

CAITએ EDને લખેલા પત્રમાં અમેઝોનની વિરુદ્વ તમામ જરૂરી તથ્યોને રજૂ કર્યા છે. તેના દ્વારા એ સાબિત કરવામાં આવ્યું છે કે ઇ-કોમર્સ કંપની વર્ષ 2021થી ભારતીય કાયદા, નિયમો અને વિનિયમનનું ઉલ્લંઘન કરતી આવી રહી છે. તેનાથી દેશના નાના-મોટા કરોડો વેપારીઓને નુકસાન પહોંચ્યું છે. જ્યારે સરકારે FDI નીતિ અને ફેમા નિયમનોમાં તેમના વેપારને સુરક્ષિત રાખવાની તમામ જોગવાઇઓ કરી છે.

CAITએ એવો પણ દાવો કર્યો છે કે અમેઝોન દ્વારા આ કાયદાઓનું સતત ઉલ્લંઘન થયું હોવા છત્તાં તેની વિરુદ્વ કોઇ કાર્યવાહી નથી કરવામાં આવી. તેના કારણે દેશના 7 કરોડ વેપારીઓની સાથોસાથ શ્રમિકો અને તેમની સાથે જોડાયેલા લોકો પોતાને ઠગાયેલા અને લાચાર અનુભવી રહ્યા છે. સ્થાનિક રિટેલરોની ભાવનાઓ અને વિદેશી ઇ-કોમર્સ કંપનીઓના મનફાવે તેવા વલણના કારણે દેશની અર્થવ્યવસ્થાને થયેલા નુકસાનને જોતા કડક કાર્યવાહી કરવાની જરૂર છે. CAITએ EDને ઇ-કોમર્સ કંપનીની વિરુદ્વ જરૂરી કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

(સંકેત)