Site icon Revoi.in

કોરોના મહામારી વચ્ચે પણ શેરબજારમાં રોકાણકારોને મળ્યું તગડું રિટર્ન

Social Share

મુંબઇ: ગત વર્ષે કોરોનાને કારણે દેશવ્યાપી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. લોકડાઉનની પ્રતિકૂળ માર્કેટમાં પણ ફેલાતા શેરબજારમાં પણ કડાકો બોલી ગયો હતો. જો કે ત્યારબાદ અનલોકની પ્રવૃત્તિઓ તેમજ વ્યાપારિક ગતિવિધિઓ ફરીથી શરૂ થતા બજારમાં તેજીનો માહોલ ફરી જોવા મળ્યો હતો. આજે લોકડાઉનના એક વર્ષ બાદ સેન્સેક્સ 93 ટકા, નિફ્ટી 9 ટકા તેમજ નિફ્ટી બેંક લોકડાઉનની સપાટીથી બમણા થઇ ગયા છે.

લોકડાઉનની જાહેરાતથી અત્યારસુધીની માર્કેટની ચાલ પર નજર કરીએ તો નિફ્ટીએ 23 માર્ચ 2020 થી 23 માર્ચ 2021 સુધીમાં 95 ટકા તેમજ સેન્સેક્સમાં 93 ટકા વળતર રોકાણકારોને આપ્યું છે. તે જ સમયે નિફ્ટી બેંકમાં 100 ટકા વળતર જોવા મળ્યું છે એ જ રીતે સમાન સમયગાળામાં મિડકેપમાં 115 ટકા તેમજ સ્મોલકેપમાં 132 ટકાનું વળતર જોવા મળ્યું છે.

કેટલીક સ્ક્રિપમાં જોવા મળેલ ટ્રેન્ડ પર નજર કરીએ તો ઇન્ટેલલ્ટ ડિઝાઇન એરેનામાં 1311 ટકા, અદાણી ટોટલ ગેસમાં 836 ટકા, અદાણી એન્ટર. 700 ટકા, ડીટક્શન ટેક્નોલોજી 530 ટકા, તાતા કોમ્પ્યુટર 402 ટકા, તાતા એલેક્સીમાં 400 ટકાનો વધારો થયો છે. કોરોના કાળમાં બજાર અને અર્થતંત્ર આ બંનેએ અનપેક્ષિત પ્રદર્શન કર્યું છે. બજાર અને અર્થતંત્રમાં પ્રારંભિક કંપન પછી જે ફરીથી રિકવરી જોવા મળી છે તે ખરા અર્થમાં અભૂતપૂર્વ છે.

નોંધનીય છે કે આર્થિક રિકવરી સમગ્ર વિશ્વમાં શરૂ થઇ ગઇ છે. જે આગામી 2 વર્ષ સુધી ચાલુ રહેશે. ઑટો અને ઘરોની માંગમાં પણ સારી તેજી જોવા મળી છે.

(સંકેત)