Site icon Revoi.in

ખાનગી હોસ્પિટલોએ કોરોનાના દર્દીઓને કેશલેસ સારવાર આપવી પડશે: ઇરડા

Social Share

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે અને તેને કારણે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 લાખને પાર થઇ ચૂકી છે. જો કે વધુ ચિંતાજનક વાત એ છે કે કોરોના સંક્રમિત દર્દીઓની ખાનગી હોસ્પિટલોમાં સારવારનું બિલ તોતિંગ આવે છે.

કોરોના સંક્રમિત દર્દીઓનો મેડી ક્લેઇમ હોવા છત્તાં હોસ્પિટલો અને વીમા કંપનીઓ કેશલેસ સારવાર માટે આનાકાની કરી રહ્યા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.

આ જ સ્થિતિને ધ્યાનમાં રાખતા હવે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ફંડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ કોરોના પોઝિટિવ વીમા ધારકોને કેશલેસ સારવાર આપવા માટે તાકીદ કરી છે.

ઈરડાએ હોસ્પિટલોને તાકીદ કરી છે કે, કોરોના પોઝિટિવ હોય તેવા વીમા ધારકોને સારવાર દરમિયાન કેશલેસ વિકલ્પ હોય તો તેની સુવિધા મલવી જોઈએ.આ નિર્ણય બાદ શક્ય છે કે, કોરોનાના દર્દીઓને રાહત મળશે.

જે કોરોના સંક્રમિત દર્દીઓને આ પ્રકારની સુવિધા પ્રાપ્ત નથી થતી તેવા વીમા ધારકો આ પ્રકારની હોસ્પિટલો કે વીમા કંપનીઓ વિરુદ્વ ફરિયાદ કરી શકે છે અને ત્યારબાદ તેઓ વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવશે.

(સંકેત)

 

 

Exit mobile version