Site icon Revoi.in

એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસમાં વૃદ્વિ, સળંગ ત્રીજા મહિને 9 અબજ ડોલરને પાર

Social Share

નવી દિલ્હી: દેશની એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસમાં સતત વૃદ્વિ જોવા મળી રહી છે. એન્જિનિયરિંગ ગૂડ્સની નિકાસના આંકડા પર નજર કરીએ તો નિકાસ સળંગ ત્રીજા મહિને પણ નવ અબજ ડૉલરને પાર કરી ગઇ છે. જ્યારે બ્રિટન, ચીન અને સંયુક્ત આરબ અમીરાત જેવા 25 નિકાસ બજારોમાંથી 22માં સકારાત્મક વૃદ્વિ જોવા મળી છે.

સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો નિકાસમાં થયેલા કુલ માલ સામાનના એન્જિનિયરિંગ સામાનનો હિસ્સો 26.65 ટકા રહ્યો. દેશની એન્જિનિયરિંગ ગુડ્સની કુલ નિકાસ એપ્રિલથી સપ્ટેમ્બર 2021ના છ મહિના દરમિયાન વધીને 52.3 અબજ ડૉલરે પહોંચી ગઇ છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 32.4 અબજ ડૉલર નોંધાઇ હતી. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કુલ નિકાસ 105 અબજ ડૉલર રહેવાનું અનુમાન છે.

જર્મની, તુર્કી, ઇટલી, બ્રિટન, મેક્સિકો, વિયેતનામ અને સિંગાપુરમાં નિકાસમાં સકારાત્મક વૃદ્વિનું ચિત્ર જોવા મળ્યું છે.

નોંધનીય છે કે, અગાઉ મુક્ત વેપાર કરારથી દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશોમાંથી ફેરસ અને બિન-ફોરસ સેક્ટરમાં કેટલીક પ્રોડક્ટોની આયાતમાં વધારો થયો છે.