Site icon Revoi.in

LPG સિલિન્ડર હવે પહોંચી શકે છે 1000 રૂપિયાને પાર, આ છે કારણ

Social Share

નવી દિલ્હી: તહેવારોની સિઝન દરમિયાન તમારા ખિસ્સા પર ભાર વધી શકે છે. આગામી તહેવારની સિઝન દરમિયાન ઘરેલુ ગેસ માટે તમારે વધારે કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે.

ગત એક સપ્તાહથી જ્યાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલની કિંમતોમાં વૃદ્વિ થઇ રહી છે ત્યારે રસોઇ ગેસ સિલિન્ડરના ભાવ પણ વધી શકે છે. કિંમત એક હજારને પાર થઇ શકે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધી રહ્યા છે.  ગત 10 દિવસમાં કાચા તેલની કિંમતોમાં વૃદ્ધિ થઈ છે. કાચા તેલની કિંમત ઓગસ્ટમાં કાચા તેલના ભાવ 74.22 ડોલર પ્રતિ બેરલ હતા. સપ્ટેમ્બરમાં કાચા તેલના ભાવ 75 ડોલર પાર કરી શકે છે. તેવામાં મનાઈ રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વૃદ્ધિના રુઝાન જારી રહેશે. તો તેની અલર તેલની કિંમતો પર થશે. તેવામાં આવનારા દિવસોમાં પેટ્રોલ- ડીઝલના ભાવ વધી શકે છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગેસની કિંમત વધી છે ત્યારે રસોઇ ગેસ પણ મોંઘો થવાની સંભાવના છે. તે ઉપરાંત સરકાર રસોઇ ગેસની સબ્સિડી પણ સંપૂર્ણ રીતે ખતમ કરી શકે છે. મંત્રાલયના એક અધિકારી અનુસાર સબ્સિડી માત્ર પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ આપી શકાય છે.

મંત્રાલય દ્વારા આ અંગે કોઇ અંતિમ નિર્ણય નથી લેવાયો પરંતુ ટૂંક સમયમાં સરકાર આ અંગે કોઇ નિર્ણય લઇ શકે છે. હાલમાં કેટલાક ચુનંદા રાજ્યોમાં એલપીજી સિલિન્ડર પર સબ્સિડીનો લાભ મળી રહ્યો છે જેમાં લદ્દાખ, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, ઉત્તર પૂર્વના રાજ્યો સામેલ છે.