Site icon Revoi.in

1 બગથી બિટકોઇનમાં 90 ટકાનું ગાબડું, લોકોના જીવ થયા અદ્વર

Social Share

નવી દિલ્હી: અત્યારે વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા છે અને તેમાં પણ સૌથી વધુ બિટકોઇન ટ્રેન્ડિંગ છે. જો કે ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન બિટકોઇનમાં 90 ટકાનું ગાબડું પડી જતા રોકાણકારોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. તે 65,000 ડૉલરથી ઘટીને 8,200 ડૉલર પર આવી ગઇ હતી આ મોટા ઘટાડા પાછળ એક બગને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. એક રોકાણકારોના ટ્રેડિંગ અલ્ગોરીધમમાં આ બગ હતો.

જો કે માત્ર થોડાક જ કલાકોમાં આ બગની સમસ્યાને ટ્રેડરે દૂર કરી લીધી હતી પરંતુ કંપની હજુ પણ આ સમગ્ર મામલાને સમજવાનો પ્રયત્ન કરી રહી છે. અગાઉ બુધવારે બિટકોઇનની કિંમત 67,000 ડૉલરના નવા રેકોર્ડ સ્તર પર પહોંચી હતી. તેણે એપ્રિલનો રેકોર્ડ તોડ્યો હતો, તે સમયે તે 65,000 ડૉલર પર પહોંચી હતી.

બિટકોઈન બપોર 1 વાગ્યે 2.67 ટકાના ઘટાડા સાથે 62,838 ડોલર એટલે કે 48,86,660 રૂપિયા પર ટ્રેડ કરી રહી હતી. દુનિયાની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઈથર 0.22 ટકાના વધારા સાથે 4,137 ડોલર એટલે કે 3,21,67 રૂપિયા પર ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ રુન 30.51 ટકા, કોટિ 11.13 ટકા અને સોલ 9.26 ટકાની તેજી સાથે ટ્રેડ કરી રહી હતી.

ક્રિપ્ટોકરન્સી બ્લોકચેઈન નેટવર્ક પર કામ કરે છે. તેના પર ટ્રેડર્સ એકબીજા સાથે કનેક્ટેડ રહે છે. એક-એક બ્લોકથી ચેઈન બને છે. એવામાં જો કોઈ ટ્રેડિંગ ડિટેલમાં કોઈ ગરબડ થઈ જાય છે તો તેની અસર આખી ચેઈન પર પડે છે.