Site icon Revoi.in

અદાણી ગ્રીન એનર્જીએ 205 મેગાવોટ ઓપરેટિંગ સોલાર એસેટ્સ હસ્તગત કરવાનું કાર્ય પૂર્ણ કર્યું

Social Share

અમદાવાદ, તા. 1 ઓક્ટોબર, 2020 : અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે 205 મે.વો.ની કાર્યરત સોલાર એસેટ્સને એસેલ ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ અને એસેલ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ પાસેથી પ્રાપ્ત કરવાની કામગીરી પૂર્ણ કરી દીધી હોવાની આજે જાહેરાત કરી છે. આ એસેટ્સ પંજાબ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં આવેલી છે. તમામ એસેટ્સ વિવિધ રાજ્ય વીજવિતરણ કંપનીઓ સાથે લાંબાગાળાના વીજ ખરીદી કરાર (પીપીએ) ધરાવે છે. એજીઇએલની કંપની સંપૂર્ણ 100 % પેટાકંપની અદાણી રિન્યુએબલ એનર્જી હોલ્ડિંગ ટેન લિમિટેડ એજીએલની સંપૂર્ણ 100 % સબસિડરી છે.

એજીએલ દ્વારા હસ્તગત કરાયેલો આ પ્રથમ ઓપરેશનલ પોર્ટફોલિયો છે.  એજીએલ દ્વારા અગાઉ 29 ઓગસ્ટ 2019ના રોજ એસેલ પોર્ટફોલિયોના અધિગ્રહણ માટેના કરાર શરૂ કરાયાની જાહેરાત કરાઇ હતી.

આ રાજ્યોમાં અમે પહેલેથી જ અમારી ઉપસ્થિતિ ધરાવીએ છીએ અને 205 મે.વો.ના સોલાર પ્રોજેક્ટ પ્રાપ્ત કરવા સાથે આ રાજ્યોમાં આ અમારું નવું કદમ છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ વનીત જૈને જણાવ્યું છે કે “2025ની સાલ સુધીમાં નવીનીકરણની ક્ષમતાના 25 જીડબલ્યુના લક્ષ્યાંકના સીમાચિહ્ન સુધી પહોંચવા માટેનું એજીએલનું આ બીજું કદમ છે. અમારા મજબૂત ઓપરેશનલ કૌશલ્ય સાથે અમે અમારા શેરધારકોને નોંધપાત્ર મૂલ્ય પહોંચાડીશું. 2025 સુધીમાં નવીનીકરણ ક્ષમતાના 25 જીડબ્લ્યુના લક્ષ્યાંક સુધી પહોંચવાનું એજીઇએલનું આ બીજું કદમ છે.”

 અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વિશે:

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (એજીઇએલ, એનએસઇ: અદાણીગ્રીન) અદાણી જૂથનો ભાગ છે. એજીઇએલ 14 જીડબ્લ્યુ ઓપરેટિંગ નિર્માણાધીન છે અને રોકાણ-ગ્રેડના સહયોગીઓને નવીનીકરણ કરેલા પાવર પ્રોજેક્ટ્સ ઉપલબ્ધ કરાવે છે. મર્કોમ કેપિટલ દ્વારા એજીઇએલને સોલાર પાવર જનરેશન એસેટ માલીક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. 2025 સુધીમાં 25 જીડબ્લ્યુની નવીનીકરણ ક્ષમતા સુધી પહોંચવાનું કંપનીનું લક્ષ્યાંક છે. ભારતના સીઓપી 21 લક્ષ્યોમાં એ પોતાના ફાળો આપવા પ્રતિબદ્ધ છે.