Site icon Revoi.in

નાદારી કેસમાં સ્પેક્ટ્રમને વેચી શકાય છે: સુપ્રીમ કોર્ટ

Social Share

દેશના ટેલિકોમ સેક્ટરમાં તહેલકો મચાવનાર એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ અને સ્પેક્ટ્રમ વેચાણના મુદ્દામાં હવે ટેલિકોમ કંપનીઓને વધુ એક રાહત મળી છે.

સ્પેક્ટ્રમને લઇને એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્પેક્ટ્રમને નાદારી કાયદા હેઠળ આવરી શકાય છે. અગાઉની સુનાવણીમાં કોર્ટે ટાંક્યું હતું કે ટેલિકોમ સ્પેક્ટ્રમ એક અસ્ક્યામત છે, કંપનીઓને તેને વાપરવાની પરવાનગી છે પરંતુ વેચવાનો કે ટ્રાન્સફર કરવાની પરવાનગી નથી. પંરતુ સરકારનો પક્ષ સાંભળ્યા બાદ AGR કેસના ચુકાદામાં અને આજે કોર્ટે ફરી કહ્યું કે સ્પેક્ટ્રમને ઇન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કાયદા હેઠળ આવરી શકાય છે.

સુપ્રીમે એરસેલ કેસની સુનાવણીમાં કહ્યું કે IBC હેઠળ સ્પેક્ટ્રમ ટ્રાન્સફર થઇ શકે છે. સ્પેક્ટ્રમના વેચાણ અંગે નેશનલ કંપની લો એપલેટ ટ્રીબ્યુનલ સ્વતંત્ર નિર્ણય કરી શકે છે.

એરસેલના સ્પેકટ્રમની આગામી સુનાવણીમાં NCLATને પોતાનો ચુકાદો આપવા સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપ્યા છે. આ અંગે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ પણ હરકતમાં આવ્યું છે અને NCLAT સમક્ષ DoTએ નવું ફ્રેશ એફિડેવિટ રજૂ કર્યું છે અને સ્પેકટ્રમના વેચાણ વિરૂદ્ધ અરજી કરી છે.

નોંધનીય છે કે જો આ કેસનો સરળ-સ્પષ્ટ અને રાહત આપતો નિર્ણય આવશે તો ટેલિકોમ સેક્ટરની દિગ્ગજ કંપની ભારતી એરટેલ(એરટેલ) અને રિલાયન્સ જિયો(રિલાયન્સ કોમ્યુનિકેશન)ને મોટો હાશકારો થશે.

(સંકેત)