Site icon Revoi.in

અલીબાબાને ઝટકો, કંપનીના માર્કેટ કેપમાં 344 અબજ ડૉલરનું ધોવાણ

Social Share

નવી દિલ્હી: ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાને મોટો ફટકો પડ્યો છે. અલીબાબા ગ્રૂપની માર્કેટ કેપનું પાછલા વર્ષે 344 અબજ ડોલરનું જંગી ધોવાણ થયું છે જે વિશ્વમાં કોઇ કંપનીના બજાર મૂલ્યમાં સૌથી મોટો ઘટાડો કહી શકાય.

ગત વર્ષે જ્યારે અલીબાબાના સ્થાપક જેક-માએ ચીનની નાણાકીય પ્રણાલીની આલોચના કરી હતી ત્યારે જ અલીબાબા ગ્રૂપ હોલ્ડિંગને જંગી નુકસાનની ભવિષ્યવાણી થઇ હતી. અલીબાબાનો શેર તેની સર્વોચ્ચ સપાટીથી ત્રણ સપ્તાહ પહેલા રેકોર્ડ નીચલા સ્તરે ઉતરી ગયો. અલીબાબોના શેર હજુ પણ ઑક્ટોબર 2020ની ઉંચી સપાટીથી 43 ટકા નીચે છે.

એક આંકડા અનુસાર કંપનીની માર્કેટ કેપમાં 344 અબજ ડોલરનું જંગી ધોવાણ થયું છે. તેને વૈશ્વિક સ્તરે શેરહોલ્ડિંગ્સના મૂલ્યમાં સૌથી મોટું ધોવાણ કહી શકાય. ચીનની સરકેર ગત વર્ષે પોતાની ફિનેટક બ્રાન્ડ એન્ડ ગ્રૂપની લિસ્ટિંગને સસ્પેન્ડ કરી અને ત્યારથી દેશના સૌથી મોટા ગતિશિલ ઉદ્યોગ પર કાર્યવાહી કરાઇ. જેથી શેર્સમાં ઘટાડો થયો.

ગત વર્ષે નવેમ્બરમાં ચીનની સરકારે જેક માની કંપની એન્ટ ગ્રૂપના 35 અબજ ડોલરના આઇપીઓ, જે દુનિયાનો  સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ બનાવવાનો હતો, તેના પ્રતિબંધ મૂક્યા બાદ વ્યાપક સ્તરે કડક કાર્યવાહીઓ કરી હતી.