Site icon Revoi.in

દેશમાં વધુ રોકાણ લાવવા માટે રિફોર્મ્સની આવશ્યકતા: RBI રિપોર્ટ

Social Share

આરબીઆઇ દર વર્ષે દેશનો આર્થિક ચિતાર રજૂ કરતો વાર્ષિક રિપોર્ટ રજૂ કરતી હોય છે ત્યારે RBIએ વર્ષ 2019-20નો વાર્ષિક રિપોર્ટ જાહેર કરી દીધો છે. કોરોનાના સંકટને કારણે દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ પ્રભાવિત થઇ હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આર્થિક પ્રવૃત્તિઓને અસર થતા ઉત્પાદ અને સપ્લાય ચેઇન પણ પ્રભાવિત થઇ છે. હાલમાં રોકાણમાં ઘટાડો થવાને કારણે વધુ રિફોર્મ્સની આવશ્યકતા છે. લૉકડાઉન દરમિયાન આર્થિક ગતિવિધિઓ સ્થગિત થઇ જતા અથવા ધીમી થઇ જતા અર્થતંત્રને અસર થઇ છે.

RBIના વર્ષ 2019-20ના વાર્ષિક રિપોર્ટમાં રોકાણને વધારવા અને રિફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કહેવામાં આવી છે. બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન પણ આર્થિક ગતિવિધિઓ પર કોરોનાની અસર જોવા મળશે તેવી આરબીઆઇએ ચિંતા વ્યક્ત કરી હતી. સરકારી અને ખાનગી વપરાશ વધવાથી રિકવરી આવશે. RBIએ રોકાણ માટે રિફોર્મને આવશ્યક ગણાવ્યું છે. વર્ષ 2040 સુધી ઇન્ફ્રા.માં સાડા ચાર ટ્રિલિયન ડોલર રોકાણની જરૂરિયાત હોવાનું RBIએ કહ્યું છે.

વર્ષ 2020-21માં ભારતનો વૃદ્વિદર -4.5 ટકા રહેશે તેવો અંદાજ RBIએ લગાડ્યો છે. વૈશ્વિક જીડીપી દર પણ નેગેટિવ 6 ટકા રહે તેવું અનુમાન છે.

રિપોર્ટ અનુસાર વર્ષ 2019-20માં કુલ ગ્રોસ ઇન્કમ 1.50 લાખ કરોડ રૂપિયા રહી છે. આ અવધિની કુલ ગ્રોસ ઇન્કમ ગયા વર્ષની આ અવધિના 1.95 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 1.50 લાખ કરોડ રૂપિયા રહી છે. 30 જૂન સુધી RBIની પાસે કુલ જમા 11.76 લાખ કરોડ રૂપિયા હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2019-20 દરમિયાન શહેરી વિસ્તારોના વપરાશમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે શહેરોની સરખામણીએ ગ્રામણી માંગ સારી રહી છે. વપરાશ વધવામાં તેમજ સ્થિતિ ફરીથી પૂર્વવત થતા હજુ વધુ સમય લાગશે. પ્રવાસી શ્રમિકોના સંકટ અને રોજગાર ઘટવાથી તેની પ્રત્યક્ષ અસર વૃદ્વિદર પર પડી છે.

(સંકેત)